સાંભાર રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ

વ્યક્તિ માટે:

સાંભાર રેસીપી બનાવવાની સામગ્રી:

સાંભાર રેસીપી બનાવવા ના સ્ટેપ:

તુવર દાળ ને ધોઈ કાઢો. હવે એક પ્રેસર કુકર માં તુવર દાળ અને દૂધી ને ૩ કપ પાણી સાથે બાફી લો.

જયારે કુકર માંથી હવા નીકળી જાય ત્યારે દાળ ને બરાબર પીસી લો.

એક કડાઈ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાય નાખી ફૂટવા દો.

રાય ફૂટી જાય એટલે એમાં અડદ ની દાળ,મેથી,લીમડો અને હિંગ નાખી હલાવો.

હવે એમાં સ્લાઈસ કરેલી ડુંગળી નાખો અને એને ૨ મિનિટ સુધી ચડવા દો.

એમાં બટાકા, રીંગણ, સરગવા એને ટામેટા ના ટુકડા નાખી હલાવો.

એમાં હળદળ, ધાણાજીરું, મીઠું નાખો અને ૫ મિનિટ સુધી ચડવા દો.

એમાં આંબલી નો રસ, ૨ કપ પાણી અને સંભાર મસાલો નાખી બરાબર મિક્સ કરી ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળવા દો.

હવે એમાં પીસેલી દાળ નાખો અને બરાબર હલાવો.

દાળ ને મધ્યમ તાપે ૫ થી ૭ મિનિટ ઉકાળવા દો. સંભાર બરાબર ઉકળી જાય પછી સ્ટોવ બંધ કરી દો.

એમાં ઉપર લીલી કોથમીર ઉમેરી સજાવો અને ગરમ પીરસો.