રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી

Alka Joshi

રેસીપી

બનાવવા ની રીત:

આપણે હમેશા  વિવિધ પ્રકારના નાશતા બનાવીએ છીએ એમા ચકરી સૌ ને ભાવતી આઈટમ છે ,જનરલી આપણે ચકરી તળી ને બનાવીએ છીએ પરંતુ આજે હું તમને આ ચકરી એરફ્રાયર મા કેવી રીતે બને તે શીખવાડીશ ,આપણે હમેશા  ઘઉ અથવા ચોખા ના લોટ ની ચકરી બનાવતા હોય છે આજ હું તમને જુવાર ના લોટ ની ચકરી બનાવતા શીખવાડીશ

તૈયારીનો સમય:15 મિનિટ

બનાવવા નો સમય:45 મિનિટ

વ્યક્તિ માટે:6-8 વ્યક્તિ માટે

રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી બનાવવાની સામગ્રી:

રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ એક વાસણ મા જુવાર નો લોટ લો

તેમા લાલ મરચુ, તલ, મીઠું હળદર અને બટર ઉમેરો

તેને બરાબર મિક્સ કરી લો

તેમા થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ ને બાંધી લો

ચકરી બનાવવા ના સંચા મા તેલ લગાવીને ને તેમા લોટ ભરી લો

6-7 નંગ ચકરી પાડી લો

તેને પ્રીહીટ કરેલા એરફ્રાયર મા સેટ કરી લો

તેના પર બ્રશ વડે તેલ લગાવો

12-15 મિનીટ સુધી 180 ડીગ્રી તાપમાન પર મૂકી દો

ચકરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો

આવી રીતે બધી ચકરી બનાવી એર ટાઈટ ડબ્બામાં ભરી લો

રોસ્ટેડ જુવાર ચકરી રેસીપી નો વિડિઓ: