રવા વડા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

રવા વડા રેસીપી એ બહુ સ્વાદીશ અને કંઈક અલગ ડીશ છે. નાસ્તા માટે એકદમ સરળ છે. તો આજે જ બનાવો રવા વડા રેસીપી. જાણી લો કેવી રીતે બને છે રેવા વડા રેસિપી

તૈયારીનો સમય:20 મિનિટ

બનાવવા નો સમય:20 મિનિટ

વ્યક્તિ માટે:4

રવા વડા રેસીપી બનાવવાની સામગ્રી:

રવા વડા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક મોટા વાસણ માં રવો (સૂજી) અને દહીં ને મિક્સ કરી એમાં લીલા મરચાં, આદું ની પેસ્ટ અને મીઠું ઉમેરો.

હવે ૧/૪ કપ પાણી ઉમેરો અને હલાવો. (મિશ્રણ એક્દુમ ઘટ્ટ હોવું જોઈ એ. જેવું વડા માટે હોય એવું )

હવે એને ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો.

એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ મુકો.

હવે મિશ્રણ માં કોથમીર અને ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવો.

હવે હાથ ને પાણી થી ભીનો કરો અને ૧ ચમચી જેટલું મિશ્રણ હાથ માં લઇ એને દબાવો અને વચ્ચે આંગળી થી કાણું પાડો.

એને ગરમ તેલ માં મુકો અને મીડીયમ ગેસ પર સોનેરી કલર નું થાય ત્યાં સુધી તળો.

આવી જ રીતે બીજા બધા વડા તૈયાર કરો અને ગરમા ગરમ લીલી ચટણી સાથે પીરસો.