રજવાડી લસ્સી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

દહીં એ સૌથી પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં દહીં તો અચૂક સામેલ કરવું જ જોઈ એ. દહીં માંથી એક બહુ જ સરસ પીણું બને છે અને એ છે લસ્સી. બધા ને બહુ જ ભાવે લસ્સી. લસ્સી બહુ અલગ અલગ રીતે બનાવી શકાય છે. બજાર માં મળતા તૈયાર સરબત નો ઉપયોગ કરી ને લસ્સી બનાવાય છે. પણ એમાં બહુ એસેન્સ અને ખાંડ હોય છે. જો લસ્સી ઘરે જ બનાવી હોય તો આ રજવાડી લસ્સી જ બનાવી. બધું ઘર માં હોય એ જ ઉપયોગ માં લેવાય છે. અને બાકી બધી લસ્સી કરતા બહુ જ સ્વાદિષ્ટ હોય છે આ રજવાડી લસ્સી. તમે એક વાર આ રજવાડી લસ્સી બનાવશો ને તો ઘર બધા બહાર ની લસ્સી ભૂલી જશે. રોજ આવી જ લસ્સી માંગશે. તો આજે જ નોંધી લો આ રજવાડી લસ્સી ની રેસીપી.

રજવાડી લસ્સી બનાવવાની સામગ્રી:

રજવાડી લસ્સી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં દૂધ ગરમ કરો દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો

પછી એ ગરમ દૂધ માં કેસર, કાજુ અને બદામ નાખી ને હલાવો અને ૧૫ મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકી દો

હવે દહીં માં ખાંડ ઉમેરો અને ખાંડ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવો

દહીં જ્યાં સુધી એક રસ ના થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે

પછી તેમાં વેનીલા એસેન્સ અને તૈયાર કરેલું દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો

લસ્સી ને ઠંડી થવા મૂકી દો

ઠંડી લસ્સી ને પીરસો