પટ્ટી મરચા ના ભજીયા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ભજીયા ગુજરાતીઓ ને બહુ જ ભાવે. કોઈ મેહમાન આવ્યું હોય કે પ્રસંગ હોય ભજીયા તો હોય જ. એમાં પણ મરચા ના ભજીયા પણ ગુજરાતીઓ ને બહુ ભાવે. મરચા ના ભજીયા બહુ બધી અલગ અલગ રીતે બને પણ તમે કાઠિયાવાડી પટ્ટી મરચા ના ભજીયા નું નામ સાંભળ્યું હશે અને ખાધા પણ હશે. આ પટ્ટી મરચા ના ભજીયા બહુ જ સ્વાદિષ્ટ લાગે અને બહુ જ ટેસ્ટી હોય છે. બધા ને પણ બહુ જ ભાવતા હોય છે. તો આજે હું અહીંયા તમને એ પટ્ટી મરચા ના ભજીયા ની જ રેસીપી બતાવી રહી છું. જો તમે આ રીતે પટ્ટી મરચા ના ભજીયા બનાવશો તો બનશે એકદમ બહાર જેવા જ સ્વાદિષ્ટ. તો ફટાફટ જાણી લો પટ્ટી મરચા ના ભજીયા બનાવવાની રીત અને વરસાદ માં ગરમ ગરમ બનાવી ને ખાઓ આ પટ્ટી મરચા ના ભજીયા.

તૈયારીનો સમય:૨૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:૩-૪

પટ્ટી મરચા ના ભજીયા રેસીપી બનાવવાની સામગ્રી:

પટ્ટી મરચા ના ભજીયા રેસીપી બનાવવા ના સ્ટેપ:

મરચા ને ધોઈ ને કોરા કરી લો.

હવે મરચા ને વચ્ચે થી ઉભા કાપીને બે ભાગ કરી લો અને તેમાંથી બધા બીયા અને રગો કાઢી લો.

હવે મરચા માં મીઠું લીંબુ અને હળદર મીક્ષ કરો.

હવે મરચા માં ચણા નો લોટ મીક્ષ કરો અને થોડું પાણી નાખો મરચા પર ચણા નો લોટ ચોંટે એટલું ૩-૪ ચમચી જેટલું જ પાણી ઉમેરવું વધારે પાણી નાખવું નહિ.

હવે કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક એક મરચા નાખો અને તેને આછા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

તૈયાર છે પટ્ટી મરચા ના ક્રિસ્પી ભજીયા.