પાન રોલ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

પાન રોલ આપણા ગુજરાત માં પાનની નવાઈ નથી, પણ આજની વાનગી નવી જરૂર છે, પાન રોલ. મહેમાન આવ્યા હોય ત્યારે ખાસ તોર પર જમીને પાન મંગાવાય છે જે અલગ અલગ સ્વાદ માં મળે છે પાન તો આપણે ખાઈએ જ છીએ. આજે કંઈક નવું કરીયે અને પાન ને એક નવું નામ આપીએ પાન રોલ્સ જે પાન ની જ સામગ્રી માંથી બને છે અને એને સ્ટોર કરીને પણ રાખી શકાય છે. જે ગુલકંદ, વરિયાળી અને પણ ના મસાલા માંથી બને છે જે એકદમ સરળતાથી અને બહુ જ જલ્દી થી બની જાય છે તો આજે જ બનાવો પાન રોલ અને કહો કેવું લાગ્યું આ નવું પાન..

તૈયારીનો સમય:૧૦ મિનિટ

પાન રોલ રેસીપી બનાવવાની સામગ્રી:

પાન રોલ રેસીપી બનાવવા ના સ્ટેપ:

બીસ્કીટ, પાન, વરિયાળી અને ગુલકંદનો મિક્સર માં ભુકો કરી લો,

તેમાં 2 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક અને પાન મ જીતીસાલો નાખી લોટ બાંધી લો,

કોપરા ખમણ માં 1 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક નાખી મિક્સ કરી લો

પાન વાળા મિશ્રણ માં થી પ્લાસ્ટિક પર મધ્યમ જાડાઈ નો રોટલો વણી લો

તેના પર કોપરા વાળુ મિશ્રણ એકસરખું પાથરી દો,

હવે તેનો ટાઇટ રોલ વાળી લો,

1 કલાક ફ્રીઝ માં મૂકી દો,

પછી બહાર કાઢી કટકા કરી લો, અને ઉપયોગ માં લો..