Om Bla Bla
Om Bla Bla

નારિયેળ ની ચટણી રેસિપી

All

How to make નારિયેળ ની ચટણી ?

સાઉથ ઇન્ડિયન ખાવા જોડે નારિયેળ ની ચટણી તો હોય જ. બધા ને આ નારિયેળ ની ચટણી બહુ જ ભાવતી હોય. પણ ઘરે હોટેલ કે સંકલ્પ જેવી ચટણી નથી બનતી કેમ કે એમાં ટ્વિસ્ટ હોય છે. મેં પણ અહીંયા એ બતાવ્યું છે. જો તમે આ રીતે ચટણી બનાવશો તો બહુ જ સ્વાદિષ્ટ ચટણી બનશે.તો આજે જ જાણી લો આ સ્વાદિષ્ટ નારિયેળ ની ચટણી બનાવની રીત
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for નારિયેળ ની ચટણી રેસિપી

# Ingredients
1. ૧ પાણી વાળું સૂકું નારિયેળ
2. ૧/૪ કપ દાળિયા
3. ૨ લીલા મરચાં
4. ૪ -૫ મીઠા લીંબડા ના પાન
5. ૧/૨ ચમચી તેલ
6. ૧/૪ ચમચી રાય
7. ૧/૪ ચમચી અડદ ની દાળ
8. ૧ સૂકું લાલ મરચું
9. મીઠું સ્વાદ અનુસાર

Steps of નારિયેળ ની ચટણી રેસિપી

# Steps
1. દાળિયા ને ૫ મિનિટ સુધી પાણી માં પલાળી દેવા જેથી કરી ને એ નરમ થઇ જાય.
2. હવે સૂકા નારિયેળ નું છાલ ઉતારી લો અને તેને વધેરી લો.
3. આ નારિયેળ નું પાણી એક વાટકા માં રાખી મૂકવું. અને બીજા નારિયેળ ને સમારી લો. (નારિયેળ નું પાણી નાખી ને ચટણી બનાવની બહુ જસ્વાદિષ્ટ ચટણી બને છે.)
4. હવે એક મિક્સર જાર માં સમારેલું નારિયેળ, લીલા મરચા, પલાળેલા દાળિયા, નારિયેળ માંથી નીકળેલું પાણી મિક્સ કરો અને બ્લેન્ડ કરો.
5. હવે એમાં અડધો કપ પાણી ઉમેરો અને ફરી થી બ્લેન્ડ કરી દેવું. જેથી કરી ને એ બરાબર પીસાય જાય. જરૂર પડે તો વધારે પાણી ઉમેરવું.
6. વે આ ચટણી ને એક વાટકા માં કાઢી લો. અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરો.
7. હવે એક વાઘરીયા માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાય, અડદ ની દાળ નાખો. રાય ફૂટી જાય એટલે એમાં મીઠા લીમડા ના પાન, સૂકું લાલ marchu ઉમેરો અને સ્ટોવ બંધ કરી દો.
8. આ વઘાર ને ચટણી ઉપર રેડો અને બરાબર હલાવો.
9. તો તૈયાર છે નારિયેળ ની ચટણી.

About Author of નારિયેળ ની ચટણી રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts