નારિયેળ ગુલાબ બરફી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગળ્યું કોને ના ભાવે. મોટા ભાગ ના લોકો નું પ્રિય હોય સ્વીટ્સ. તમે ઘણી બધી જાત ની બરફી ખાધી હશે અને ખાતા જ હશો. કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય મીઠાઈ તો હોય જ એમાં બરફી નો ઉપયોગ વધારે થાય. તમે હંમેશા દૂધ અને માવા માંથી બનતી બરફી ખાતા હશો. પણ અહીંયા હું એ બધા થી અલગ જ બરફી ની રેસીપી લઇ ને આવી છું. એ છે લીલા નારિયેળ અને ગુલાબ ની બરફી. આ બરફી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બરફી માં ગુલાબ અને નારિયેળ બંને નો સ્વાદ બહુ જ રિચ હોય છે. વળી આ બરફી નો કુદરતી રંગ જ બહુ સરસ હોય છે એટલે તેમાં કોઈ બહાર નો આર્ટિફિશ્યલ રંગ ઉમેરવાની જરૂર પડતી નથી. જો એક વાર તમે આ નારિયેળ અને ગુલાબ ની બરફી બનાવશો તો વારંવાર બનાવશો આ બરફી. આ બરફી બનાવા માં બીજી બરફી બનાવા જેટલો સમય પણ નથી લાગતો. તો આજે જ જાણી લો આ નારિયેળ ગુલાબ ની બરફી બનાવની રીત અને બનાવી ને કરી દો ઘર ના બધા ને ખુશ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

નારિયેળ ગુલાબ બરફી રેસીપી બનાવવાની સામગ્રી:

નારિયેળ ગુલાબ બરફી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક નોન સ્ટિક કડાઈ માં ઘી ગરમ કરો

તેમાં ખમણેલું લીલું નારિયેળ ઉમેરો અને ૮-૧૦ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં ઈલાયચી પાઉડર અને ગુલકંદ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો

તેમાં ગુલાબ ના શરબત નું સીરપ અને માવો મિક્ષ કરો

બધો માવો ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો

અને પછી ગેસ બંધ કરી દો

એક ડીશ અથવા થાળી મા ઘી લગાવો અને તેમાં આ બનાવેલી બરફી પાથરી દો

તેની પર થોડી ગુલાબ ની પાંદડીઓ પાથરો અને બરફી ને ઠંડી થવા દો

પછી બરફી ને ચોરસ ટુકડા માં કાપી લો

તૈયાર છે નારિયેળ ગુલાબ બરફી