મેક્સીકન સાલસા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. તો આજે જ જાણી લો મેક્સીકન સાલસા બનાવની રીત.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

મેક્સીકન સાલસા રેસીપી બનાવવાની સામગ્રી:

મેક્સીકન સાલસા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક બ્લેન્ડર જાર માં ટામેટા, ડુંગળી, મરચા, જીરું, મીઠું મિક્સ કરો અને જીણા જીણા ટુકડા થાય એટલું બ્લેન્ડ કરો (સાવ પ્યુરી થઇ જાય એટલું બ્લેન્ડ નાઈ કરવાનું. જો તમારી પાસે ચોપ્પર હોય તો એમાં જ બ્લેન્ડ કરવાનું)

હવે આ મિશ્રણ ને એક વાટકા માં કાઢી લો. એમાં લીંબુ નો રસ, કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

આ મિશ્રણ ને અડધો કલાક માટે મૂકી રાખવું જેથી કરી ને બધા સ્વાદ ચડી જાય.

હવે આ મેક્સીકન સાલસા તૈયાર છે. આને કોઈ પણ મેક્સીકન વાનગી સાથે વાપરી શકો છો.