મેંદુ વડા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે.

મેંદુ વડા રેસીપી બનાવવાની સામગ્રી:

મેંદુ વડા રેસીપી બનાવવા ના સ્ટેપ:

અડદ ની દાળ ને ધોઈ ને ૬-૮ કલાક માટે પલાળી દો

દાળ પલળી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારી લો

હવે એક મિક્સર જાર માં પલાળેલી દાળ, આદુ અને લીલા મરચા બધું મિક્સ કરી પીસી લો

પીસતી વખતે તેમાં પાણી ઉમેરવું નહિ જો પાણી નાખીને પીસસો તો વડા નું ખીરું ઢીલું થઇ જશે જરૂર પડે તો થોડુંક જ પાણી ઉમેરવું અને પીસવું

હવે વડા ના ખીરા માં મીઠું ઉમેરો અને એક જ દિશા માં ૩-૫ મિનિટ સુધી હલાવો તેથી વડા પોચા અને ફૂલેલા થશે

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

વડા બનાવા માટે પેલા હાથ પાણી વાળા કરો (જેથી ખીરું હાથ પાર ચોંટશે નહિ)

પછી તેમાં થોડું ખીરું લો અને હાથ થી દબાવો અને વચ્ચે થી કાણું પાડો

આ વડા ને ગરમ તેલ માં મુકો અને આછા સોનેરી રંગ ના તળી લો

વડા ને સંભાર અથવા ચટણી સાથે પીરસો