મસાલા પાપડ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મસાલા પાપડ નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. રેસ્ટોરન્ટ માં જમવા જય એ એટલે મસાલા પાપડ તો પહેલા જ ઓર્ડર થઇ જાય. બધા ને ભાવે પણ બહુ. પાપડ પર સલાડ, બહુ જ મજા આવે. તમે પાપડ તળેલો પણ લઇ શકો છો અને સેકેલો પણ. જો બહુ તેલ વાળું ખાવાનું ના ખાતા હોઈ તો પાપડ સેકી ને મસાલા પાપડ બનાવો. એ પણ બહુ ટેસ્ટી જ લાગે છે. તમે ઈચ્ચ્છઓ તો મસાલા પાપડ માં ઉપર થી ચીઝ પણ છીણી ને નાખી શકો છો. બાળકો ને ચીઝ વાળું બહુ વધારે ભાવે એટલે એમના માં ચીઝ ઉમેરી દેવું. શીખી લો મસાલા રેસ્ટોરન્ટ જેવો મસાલા પાપડ બનાવની રીત અને પછી રોજ બનાવો આ મસાલા પાપડ.

તૈયારીનો સમય:૧૫ મિનિટ

બનાવવા નો સમય:૨ મિનિટ

વ્યક્તિ માટે:

મસાલા પાપડ રેસિપી બનાવવાની સામગ્રી:

મસાલા પાપડ રેસિપી બનાવવા ના સ્ટેપ:

કાકડી, ડુંગળી અને ટામેટા ને ધોઈ ને બારીક ઝીણું સમારી લો

એક વાસણ માં ડુંગળી, ટામેટા, કાકડી, કોથમીર, ચાટ મસાલો, લાલ મરચું, મીઠું મિક્ષ કરો

હવે ૨ પાપડ એક અલગ અલગ ડીશ માં ગોઠવો

તેની પર બનાવેલું સલાડ સરખા ભાગે પાથરી દો

તરત જ મસાલા પાપડ સર્વ કરો