Om Bla Bla
Om Bla Bla

મસાલા પાપડ રેસિપી

masala-papad
All

How to make મસાલા પાપડ ?

મસાલા પાપડ નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. રેસ્ટોરન્ટ માં જમવા જય એ એટલે મસાલા પાપડ તો પહેલા જ ઓર્ડર થઇ જાય. બધા ને ભાવે પણ બહુ. પાપડ પર સલાડ, બહુ જ મજા આવે. તમે પાપડ તળેલો પણ લઇ શકો છો અને સેકેલો પણ. જો બહુ તેલ વાળું ખાવાનું ના ખાતા હોઈ તો પાપડ સેકી ને મસાલા પાપડ બનાવો. એ પણ બહુ ટેસ્ટી જ લાગે છે. તમે ઈચ્ચ્છઓ તો મસાલા પાપડ માં ઉપર થી ચીઝ પણ છીણી ને નાખી શકો છો. બાળકો ને ચીઝ વાળું બહુ વધારે ભાવે એટલે એમના માં ચીઝ ઉમેરી દેવું. શીખી લો મસાલા રેસ્ટોરન્ટ જેવો મસાલા પાપડ બનાવની રીત અને પછી રોજ બનાવો આ મસાલા પાપડ.
Preparation Time: ૧૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for મસાલા પાપડ રેસિપી

# Ingredients
1. ૨ અડદ ના પાપડ તળેલા અથવા શેકેલા
2. ૧ કાકડી
3. ૧ ટામેટું
4. ૧ નાની ડુંગળી
5. ૩ ચમચી લીલી કોથમીર, સમારેલી
6. ૧ ચમચી ચાટ મસાલો
7. ૧/૪ ચમચી લાલ મરચું
8. મીઠું સ્વાદ અનુસાર

Steps of મસાલા પાપડ રેસિપી

# Steps
1. કાકડી, ડુંગળી અને ટામેટા ને ધોઈ ને બારીક ઝીણું સમારી લો
2. એક વાસણ માં ડુંગળી, ટામેટા, કાકડી, કોથમીર, ચાટ મસાલો, લાલ મરચું, મીઠું મિક્ષ કરો
3. હવે ૨ પાપડ એક અલગ અલગ ડીશ માં ગોઠવો
4. તેની પર બનાવેલું સલાડ સરખા ભાગે પાથરી દો
5. તરત જ મસાલા પાપડ સર્વ કરો

About Author of મસાલા પાપડ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts