મકાઈના વડાં

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તૈયારીનો સમય:15 મિનિટ

બનાવવા નો સમય:20 મિનિટ

વ્યક્તિ માટે:4

મકાઈના વડાં બનાવવાની સામગ્રી:

મકાઈના વડાં બનાવવા ના સ્ટેપ:

સૌપ્રથમ મકાઇના લોટને ચાળીને તેમાં બધાંજ મસાલા તેમજ આદુ-મરચાંની પેસ્ટનાંખી દહીંથી લોટ બાંધી લેવો.

જરુર પડે તો સાદુ પાણી ઉમેરી લોટને રોટલીના લોટની જેમ બાંધીને ચાર - પાંચ કલાક માટે મૂકી રાખવો.

ત્યારબાદ લોટમાંથી નાનો લુવો લઇ તેને બે હાથવડે થેપીને વડાં જેવો આકાર આપવો.

ચોખાના લોટમાં તલ ઉમેરીને અટામણ તૈયાર કરવું.

થેપેલાં વડાંની બંનેબાજુ અટામણ લગાવવું અને પછી તૈયાર થયેલાં વડાંને ગરમ તેલમાં ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવાં.

વડાં ફૂલીને સરસ તળાઈ જાય એટલે તેલમાંથી કાઢી ફુદીનાની ચટણી કે ટામેટાંના સોસ જોડે પીરસી શકાય.