મકાઈ ના વડા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

મકાઈ ના વડા એ ગુજરાત ના પ્રખ્યાત વડા છે. ગુજરાત માં બધી જ જગ્યા એ મકાઈ અથવા બાજરી ના વડા બને છે. અહીંયા મકાઈ ના વડા ની રેસીપી બતાવેલી છે. મકાઈ ના વડા ૪ થી ૫ દિવસ સુધી સારા રહે છે. એટલે બહાર પ્રવાસે જતા હોઈ એ ત્યારે તેને જોડે લઇ જઈ શકીએ છે. અહીંયા મેં સદા જ મકાઈ ના વડા બનાવ્યા છે. પણ જો તમે ઈચ્છો તો તેમાં મેથી પણ ઉમેરી શકો છો. એ પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે અહીં બતાવેલી રીત થી મકાઈ ના વડા બનાવશો તો એ સરસ પોચા અને ફૂલેલા થશે. તો જાણી લો મકાઈ ના વડા બનાવની રીત.

તૈયારીનો સમય:૨ કલાક

બનાવવા નો સમય:૧૫ મિનિટ

મકાઈ ના વડા રેસીપી બનાવવાની સામગ્રી:

મકાઈ ના વડા રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક બાઉલ માં મકાઈ નો લોટ, ઘઉં નો લોટ, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, ખાંડ, અજમો, તલ, હળદર, લાલ મરચું, દહીં અને મીઠું મિક્સ કરો

હવે તેનો ઢીલો લોટ બાંધી લો અને ૨૦-૨૫ મિનિટ માટે એક બાજુ મૂકી રાખો

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

હવે લોટ માંથી થોડો લોટ લો અને હાથ થી દબાવી ને વડા જેવો આકાર આપો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં દબાવેલા વડા આછા સોનેરી રંગ ના તળી લો

આ વડા ૩--૪ દિવસ સીધી સારા રહે છે