
મગ ની દાળ ની ઈડલી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ બહુ ભાવે. એમાં ઘણી બધી જાત ની વાનગીઓ હોય છે અને તેને અલગ અલગ ચટણી અને સંભાર સાથે પીરસવામાં આવે છે. સાઉથ ઇન્ડિયન ખાવા માં ઈડલી સરળ અને બધા ને ભાવતી રેસીપી છે. ઈડલી ઘણી બધી બધી રીતે બનાવી શકાય છે. તો આજે હું અહીંયા એક એવી જ અલગ પ્રકાર ની ઈડલી રેસીપી બતાવી રહી છું એ છે મેગ ની દાળ ની ઈડલી. મગ ની દાળ ની ઈડલી એ ફટાફટ બની જાય છે. તેમાં આથો લાવવાની જરૂર હોતી નથી. વળી મગ ની દાળ ની ઈડલી બાનવીએ એટલે એ હેલ્થી પણ હોય જ છે. મેં અહીંયા એકલી મગ ની દાળ ઉસે કરી ને ઈડલી બનાવી છે તમે ઈચ્છો તો તેમાં અડધા ચોખા પણ ઉમેરી શકો છો. ઈડલી આટલી જ સ્વાદિષ્ટ થશે. તમે આ મગ ની દાળ ની ઈડલી માં વેજિટેબલ્સ પણ ઉમેરી શકો છે. મેં અહીંયા ઈડલી માં ગાજર ઉમેર્યા છે. તમે ઈચ્છો તો ગાજર નાખી શકો અને ના નાખવા હોય તો એમને એમ પણ બનાવી શકો છો. આ મગ ની દાળ ની ઈડલી થશે તો સ્વાદિષ્ટ જ. તો ફટાફટ જાણી લો મગ ની દાળ ની ઈડલી બનાવવાની રીત.
તૈયારીનો સમય:૨ કલાક
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
મગ ની દાળ ની ઈડલી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કપ મગ ની દાળ
- ૧/૪ કપ દહીં
- ૧ ચમચી તેલ
- ૧/૪ ચમચી રાય
- ૧/૪ ચમચી જીરું
- ૧/૨ ચમચી ચણા ની દાળ
- ૨ લીલા મરચા, સમારેલા
- ૫-૬ મીઠા લીમડા ના પાન
- ૧/૨ ગાજર ખમણેલું
- ચપટી હિંગ
- ૨ ચમચી કોથમીર, સમારેલી
- ૧/૨ ચમચી ઇનો
- મીઠું સ્વાદ અનુસાર
મગ ની દાળ ની ઈડલી રેસીપી બનાવવા ના સ્ટેપ:
મગ ની દાળ ને ધોઈ ને ૨ કલાક માટે પાણી માં પલાળી દો.
હવે પલાળેલી દાળ નું પાણી કાઢી નાખો અને તેને મિક્ષર જાર માં પીસી લો (પીસતી વખતે પાણી ઉમેરવું નહિ).
આ પીસેલી મગ ની દાળ ને એક વાસણ માં કાઢી લો અને તેમાં દહીં મીક્ષ કરો.
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં રાય ઉમેરો.
રાય ફૂટી જાય એટલે તેમાં ચણા દાળ, જીરું, લીલા મરચા લીમડો મીક્ષ કરો.
હવે તેમાં ગાજર ઉમેરો અને ૧-૨ મિનિટ સુધી સાંતળો.
હવે આ વઘાર ને મગ ની દાળ ના ખીરા માં ઉમેરો અને બરાબર મીક્ષ કરો.
હવે તેમાં હિંગ મીઠું અને કોથમીર મીક્ષ કરો.
હવે ઈડલી કુકર માં પાણી ભરી ગરમ કરવા મુકો અને ઈડલી ની ડીશ ને તેલ વળી કરો.
ઈડલી મુકવાની હોય ત્યારે જ મગ ની દાળ ના ખીરું માં ઈનો ઉમેરો અને બરાબર મીક્ષ કરો પછી તરત જ તેને ઈડલી ના સ્ટેન્ડ મા ભરી દો.
હવે ઈડલી ને ૧૫ મિનિટ સુધી મધ્યમ ગેસ પર થવા દો.
આ ગરમ ગરમ મગ ની દાળ ની ઈડલી ને સંભાર અને ચટણી સાથે પીરસો.