મગ ની દાળ ના ઢોકળા રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઢોકળા એ ગુજરાતીઓ નું પ્રિય ખાણું છે. ગુજરાત માં ઘણી બધી જાત ના ઢોકળા બને છે. પણ અહીંયા હું એક હેલ્થી અને ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા ની રેસીપી બતાવી રહી છું એ છે મગ ની દાળ ના ઢોકળા. આ મગ ની દાળ ના ઢોકળા ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય છે. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ ઉત્તમ છે આ મગ ની દાળ ના ઢોકળા. મગ ની દાળ ના ઢોકળા કોઈ પણ મગ ની દાળ વાપરી ને બનાવી શકાય છે. તમે ફોતરાં વગર ની પણ મગ ની દાળ વાપરી શકો છો. મેં અહીંયા ફોતરાં વળી મગ ની દાળ વાપરી ને મગ ની દાળ ના ઢોકળા બનાવ્યા છે. તો ફટાફટ જાણી લો આ મગ ની દાળ ના ઢોકળા બનાવવાની રીત.

તૈયારીનો સમય:૧૫ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

મગ ની દાળ ના ઢોકળા રેસીપી બનાવવાની સામગ્રી:

મગ ની દાળ ના ઢોકળા રેસીપી બનાવવા ના સ્ટેપ:

મગ ની દાળ ને ધોઈ ને ૨-૩ કલાક માટે પલાળી દો.

મગ ની દાળ પલળી જાય પછી તેમાંથી પાણી કાઢી લો અને મીક્ષર માં તેને પીસી લો.

હવે પીસેલી મગ ની દાળ ને એક વાસણ માં કાઢી લો અને તેમાં લીલા મરચા ની પેસ્ટ, રવો/ સોજી, દહીં, મીઠું અને ખાંડ મીક્ષ કરો અને ખીરું તૈયાર કરી લો.

ખીરું એ ઢોકળા ના ખીરા જેવું હોવું જોઈએ એટલે જરૂર પડે તો તેમાં પાણી મીક્ષ કરવું.

હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મુકો અને ઢોકળીયા ની ડીશ ને તેલ વાળી કરી લો.

ઢોકળા મુકવા ના સમયે તેમાં બેકિંગ સોડા અથવા ઇનો મીક્ષ કરો અને બરાબર હલાવો.

પછી તરત જ ખીરું ડીશ માં રેડો અને ઢોકળીયા માં મૂકીને ઢાંકી દો અને ૧૨-૧૫ મિનિટ સુધી ચડવા દો.

ઢોકળા બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો (ઢોકળા થઇ ગયા છે કે નહિ એ જોવા માટે તેમાં ચપ્પુ ભરાવવું ચપ્પુ એકદમ ચોખ્ખું બહાર નીકળે તો થઇ ગયા સમજવા જો ના નીકળે તો થોડી વધારે વાર રહેવા દેવું)

હવે ઢોકળા ને ચપ્પુ વડે ચોરસ આકાર માં કાપી લો.

એક વાઘરીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો.

રાય ફૂટી જાય એટલે તેમાં જીરું, તલ, સૂકા લાલ મરચા, મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો.

વઘાર ને ઢોકળા પર સરખા ભાગે રેડી દોં અને ઉપર કોથમીર ભભરાવો.

ગરમ ગરમ ઢોકળા ચટણી સાથે પીરસો.