લસણ ની ચટણી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

લસણ ની ચટણી ગુજરાત માં બહુ જ પ્રખ્યાત. અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે બને. અહીંયા ગુજરાત માં ભાજીપાવ જોડે પણ આ લસણ ની ચટણી તો જોઈ એ જ. એના વગર મજા આવે નહિ. તો આજે હું લસણ ની ચટણી ની રેસીપી લઇ ને આવી છું. તો આજે જ ઘરે બનાવો આ આંગળા ચાટતાં રહી જવાય એવી લસણ ની ચટણી અને ભરી લો ડબ્બા માં.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૨ મિનિટ

લસણ ની ચટણી બનાવવાની સામગ્રી:

લસણ ની ચટણી બનાવવા ના સ્ટેપ:

એક મિક્સર જાર માં લસણ, લાલ મરચું અને મીઠું મિક્સ કરો. થોડું પાણી નાખીને અધકચરું પીસી લો.

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આ પીસેલા લસણ મરચા ની પેસ્ટ ઉમેરો

જ્યાં સુધી તેલ છૂટું પડે નહિ ત્યાં સુધી આ પેસ્ટ ને હલાવો

તેલ છૂટું પડે એટલે ગેસ ને બંધ કરી દો અને ચટણી ને ઠંડી પાડવા દો

ચટણી ઠંડી થઇ જાય એટલે ડબ્બા માં ભરી લો