કાઠિયાવાડી લાલ મરચા નું અથાણું

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કાઠિયાવાડી લાલ મરચા બધા ને બહુ ભાવે. જો ટિફિન માં લઇ ગયા હોઈ એ ને તો આપણા તો ભાગ માં જ ના આવે. બધા પૂછે કે કેમના બનાવા ના આ મરચા. આ કાઠિયાવાડી મરચા ને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સરસ બને છે. હું આ મારી મમી પાસે થી બનાવતા શીખી હતી. મેં અહીંયા બરાબર પદ્ધતિ થી મરચા બનાવવાની રીત બતાવી છે. જો તમે આવી જ રીતે બનાવશો તો કાઠિવાડી જેવું જ બનશે આ લાલ મરચા નું અથાણું. તો જાણી લો આ કાઠિયાવાડી લાલ મરચા નું અથાણું બનાવની રીત.

તૈયારીનો સમય:૩૦ મિનિટ

કાઠિયાવાડી લાલ મરચા નું અથાણું બનાવવાની સામગ્રી:

કાઠિયાવાડી લાલ મરચા નું અથાણું બનાવવા ના સ્ટેપ:

મરચા ધોઈ ને બરાબર કોરા કરી લેવા. હવે એ મરચા ના બે ભાગ કરો અને બધા બીયા કાઢી નાખો.

આ બીયા કાઢેલા મરચા ના ફરી થી વચ્ચે થી બે ટુકડા કરવા. જો મોટા જોઈતા હોય તો એમજ રાખવા.

હવે એક તપેલી માં રાય અને મેથી ના કુરિયા મિક્સ કરો. એની ઉપર હિંગ મુકો.

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ બરાબર ગરમ થઇ જાય એટલે જ્યાં હિંગ નાખેલી છે બરાબર એ જગ્યા પર જ ગરમ તેલ રેડો અને તરત જ એને ઢાંકી દો.

જ્યાં સુધી આ વઘારેલો મસાલો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોવો.

હવે આખા ધાણા અને મરી ને ખાંડણી માં અધકચરા ખાંડી લેવા.

મસાલો પુરેપુરો ઠંડો થઇ જાય પછી એમાં હળદર, વરિયાળી, ખાંડેલા ધાણા અને મરી, લીંબુ નો રસ, મીઠું ઉમેરી મિક્સ કરો.

મસાલો બરાબર મિક્સ થઇ જાય પછી એમાં કાપેલા મરચા ઉમેરી ને હલાવો.

આ મરચા ને કાચ ની બરણી માં ભરી લો. મરચા ના અથાણાં ને એકદમ તાજું રાખવા માટે તેને ફ્રીઝ માં રાખવું. આ અથાણું આખું વર્ષ સારું રહે છે.