કોથમીર કાકડી જ્યુસ

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

રોજ સવાર માં ઉઠી ને એક હેલ્થી જ્યુસ પીવું જોઈએ. જે આપણા શરીર ને જરૂરી પોશક તત્વો પુરા પાડે. અહીંયા હું એક એવા જ જ્યુસ કોથમીર કાકડી ના જ્યુસ ની રેસીપી લઇ ને આવી છું. જે બહુ જ હેલ્થી છે સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. એટલે પીવા ની પણ મજા આવશે. આ જ્યુસ વજન ઉતારવા માં પણ ખુબ ઉપયોગી છે. વળી કોથમીર નું ફાયબર એ પેટ ને સાફ કરવા માં પણ મદદરૂપ છે. તમે જ જાણો છો કોથમીર એ આપણા શરીર માટે કેટલી આરોગ્યવર્ધક છે. એટલે રોજ સવાર માં આ જ્યુસ પીવું જ જોઈ એ। વળી આ જ્યુસ માં તમે ઈચ્છઓ તો એક ડાલી મીઠો લીમડો પણ નાખી શકો છો. આમ તો મીઠો લીમડો કોઈ ખાય નહિ. પણ જો આવી રીતે જ્યુસ માં નાખી દઈએ તો ખબર પણ ના પડે અને ખવાય પણ ખરો. મેં અહીંયા મીઠો લીમડો જ્યુસ માં નાખ્યો જ છે. તો આજે જ જાણી લો આ હેલ્થી કોથમીર કાકડી ના જ્યુસ ની રેસીપી.

તૈયારીનો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

કોથમીર કાકડી જ્યુસ બનાવવાની સામગ્રી:

કોથમીર કાકડી જ્યુસ બનાવવા ના સ્ટેપ:

એ મિક્ષર જાર માં બધું મિક્ષ કરો અને પૂરતું પાણી ઉમેરી ને પીસી લો

હવે તેમાં ૧ ગ્લાસ પાણી ઉમેરો

સર્વ કરવા ના ગ્લાસ માં કાઢી લો અને તરત જ પી લો