ખજૂર શિંગના લાડુ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

ખજૂર ના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ અને શક્તિ આપનારા હોય છે. ખજૂર માંથી શરીર માટે ખૂબ જ ગ્લુકોઝ, પોટેશિયમ અને ઘણાં બધા વિટામિન્સ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તેને બનાવવા પણ ઘણા સરળ છે. ખજૂર અને ખજૂર ના લાડુ તો આપણે ઘણા ખાધા છે. આજે ખજૂર જોડે શીંગ મિક્સ કરીને લાડુ બનાવવા ના છે. તો જાણો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ખજૂર શીંગ ના લાડુ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

ખજૂર શિંગના લાડુ રેસીપી બનાવવાની સામગ્રી:

ખજૂર શિંગના લાડુ રેસીપી બનાવવા ના સ્ટેપ:

શીંગ શેકીને ફોતરા કાઢીને મીક્સર માં દળી લો.

ખજૂરને બીયા કાઢી ઝીણું સમારી લો.

તલ ગુલાબી શેકી લો.

એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં સમારેલો ખજુર નાખો.

સહેજ સાંતળીને દૂધ અને મલાઈ નાખો. 10 મિનિટ ચડવા દો. વચ્ચે હલાવતા રહો.

પછી મધ, શીંગ નો ભુકો,તલ અને 1 કપ કોપરા ખમણ નાખી મિક્સ કરી લો.

ઠંડું પડે એટલે લાડુ વાળી લો અને બાકીના ½ કપ કોપરાના ખમણ માં લાડુ રગદોળી લો.

કદાચ મોળું લાગે, તો દળેલી ખાંડ ઉમેરી શકાય.