ખજૂર આંબલી ની ચટણી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ખજૂર આંબલી ની ચટણી કોઈ પણ ચાટ હોય, નાસ્તો હોય એમાં વપરાય જ. ઘણી બધી વાનગી સાથે ખજૂર આંબલી ની ચટણી પીરસવામાં માં આવે છે. વળી ખજૂર આંબલી ની ચટણી ૨ ૩ મહિના સુધી રેફ્રિજરેટર માં સારી રહે છે એટલે જો પહેલે થી બનાવેલી હોય તો વાપરવા માં સરળતા રહે છે. આમ તો બધા ઘરે ખજૂર આંબલી ની ચટણી બનાવતા જ હશો. પણ બહાર લારી જેવી નહીં બનતી હોય કેમકે એમાં ઘણું નાખેલું હોય છે અને બરાબર રીત થી બનાવા માં આવે છે. મેં અહીંયા એવી જ રેસીપી બતાવી છે. જો તમે આ રીત થી બનાવશો તો બહાર લારી અને રેસ્ટોરન્ટ જેવી જ ખજૂર આંબલી ની ચટણી બનશે. અને એ લાગશે પણ બહુ જ સ્વાદિષ્ટ. તમે પણ એક વાર આ રીત થી ખજૂર આંબલી ની ચટણી બનાવી જોવો, જે ખાવાનો સ્વાદ કરી દેશે બમણો.

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૩૦ મિનિટ

ખજૂર આંબલી ની ચટણી બનાવવાની સામગ્રી:

ખજૂર આંબલી ની ચટણી બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ અથવા તપેલી માં ગોળ, આંબલી, ખજૂર, તમાલ પત્ર, કાળી એલચા, સુંઠ, સંચળ, લાલ મરચું અને ૧૦-૧૨ કપ પાણી મિક્ષ કરો

હવે આ મિશ્રણ ને ગેસ પર મધ્યમ આંચ પર ૨૦-૨૫ મિનિટ સુધી ઉકળવા દો

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં વરિયાળી ઉમેરો પછી ગેસ બંધ કરી દો

અને આ તેલ ને ચટણી માં રેડી દો

હવે ચટણી ને બરાબર મિક્ષ કરો

હવે આ મિશ્રણ ને એક ગરણી વડે ગાળી લો ગાળતી વખતે મિશ્રણ ને ચમચા વડે દબાવવું એટલે બધો પલ્પ નીકળી જાય

ચટણી ઠંડી થઇ જાય એટલે ડબ્બા માં ભરી લેવું

આ ચટણી રેફ્રિજરેટર માં મુકવા થી ૨-૩ મહિના સુધી સારી રહે છે

નોંધ:- મિશ્રણ ને મિક્સર માં પીસવું હોય તો તમાલ પત્ર, એલચા કાઢી લેવું