કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણું રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

અથાણાં ની સીઝન આવી ગઈ છે. બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. ગળ્યું અથાણું, ખાટું અથાણું વગેરે વગેરે... પણ બધા જ અથાણાં માં તેલ બહુ જોઈએ. તેલ વગર અથાણું સારું રહે નહિ. ઘણા બધા તો અથાણું એટલે જ ના ખાતા હોય કેમકે તેમાં તેલ બહુ હોય. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે હોય હું તેલ વગર ના ખાટાં મીઠા કેરી ના અથાણાં ની રીત બતાવી રહી છું. આ કેરી ની કટકી નું તડકા છાયા નું ખાટું મીઠું અથાણું એ આપણું ગુજરાતી અથાણું છે જે દાદી માં લોકો બનાવતા હતા. અત્યારે પણ ઘણા લોકો બનાવતા હશે જ. પણ ઘણા ને આવડતું પણ નહિ હોય. એટલે તમે અહીંયા થી એ રેસીપી જોઈ શકો છો. તો ફટાફટ જાણી લો કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણું અને આ અથાણાં ની સીઝન માં બનાવી ને ભરી લો આ ટેસ્ટી અને ચટાકેદાર કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણું.

તૈયારીનો સમય:૫- ૭ દિવસ

કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણું રેસીપી બનાવવાની સામગ્રી:

કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણું રેસીપી બનાવવા ના સ્ટેપ:

કેરી ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો.

ત્યાર બાદ કેરી ના નાના ટુકડા માં સમારી લો.

પછી તેમાં ૧ ચમચી મીઠું અને ૧ ચમચી હળદર નાખી ને ભેળવી દેવું

બધું ભેળવ્યા પછી તેને એક કલાક રાખી મૂકવું.

એક કલાક પછી મીઠા હળદર માંથી કેરી કાઢી લેવી. થોડું જ પાણી હશે તે કાઢી લેવું.

ત્યાર પછી એક તપેલી માં કેરી ના ટુકડા તથા ખાંડ ભેળવો અને તેને ૧૦-૧૫ મિનિટ મસુધી હલાવો જેથી બધી ખાંડ ઓગળી જાય.

બધી ખાંડ બરાબર ઓગળી જાય પછી તપેલા ને સફેદ અથવા તો સુતરાઉ કપડાં વળી ઢાંકી ને બાંધી દો.

હવે આ તપેલા ને રોજ ૫ - ૭ દિવસ સુધી તાપ માં મૂકવું. અને દરરોજ એક વખત હલાવવું.

૫ -૭ દિવસ માં ઘાટી ચાસણી તૈયાર થઇ જશે અને કટકી પારદર્શક થઇ જશે.

પાંચ સાત દિવસ માં ખાંડ ચાસણી થઇ જશે અને કેરી ની કટકી પારદર્શક થઇ જશે

હવે તેમાં તૈયાર અથાણાં નો મસાલો મિક્સ કરો અને ફરી થી ઢાંકી ને એક દિવસ તાપ માં રહેવા દો.

પછી અથાણું ઠંડુ થાય એટલે તેને એક બરણી માં ભરી લો.

તૈયાર છે કેરી ની કટકી નું તડકા છાયા નું અથાણુ. આ અથાણું આખું વર્ષ સારું રહે છે.