કેરી નું ખાટુ અથાણું રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કેરી નું ખાટુ અથાણું રેસિપી બનાવવાની સામગ્રી:

કેરી નું ખાટુ અથાણું રેસિપી બનાવવા ના સ્ટેપ:

સૌથી પહેલા કેરી ને ધોઈ ને સાફ કરી ટુકડા કરવા

તેમાં એક ચમચી હળદર અને ૧૦૦ ગ્રામ મીઠું નાખી ને બરાબર મિક્સ કરીને એક પ્લાસ્ટિક ના વાસણ માં આખી રાત રાખી મૂકવું

સવારે કેરી નું પાણી છૂટી ગયું હશે

તેમાંથી કેરી ના ટુકડા બહાર કાઢી ને કોટન ના કપડાં પર પાથરી દેવા

ઘર માં જ ચાર- પાંચ કલાક સુકવવા

કેરી માંથી પાણી સુકાઈ જવા દેવું

મસાલો બનાવવા ની રીત:-

એક પહોળા વાસણ માં રાય ના કુરિયા પાથરવા વચ્ચે મેથી ના કુરિયા પાથરવા તેની વચ્ચે એક ચમચી હિંગ મુકવી

થોડું તેલ ગરમ કરવા મૂકવું

તેલ બરાબર ગરમ થયા પછી થોડું ઠંડુ થાય એટલે હિંગ ઉપર રેડી મસાલો થોડી વાર ઢાંકી દેવો

થોડી વાર પછી તેની ઉપર હળદર અને લાલ મરચું નાખી બધું મિક્સ કરવું

પછી તેમાં મીઠું અને વરિયાળી નાખી ભેળવવું

ચાર પાંચ કલાક કેરી ના ટુકડા સુકાઈ ગયા પછી ઉપર ના મસાલા માં ભેળવી દેવા

અને એક દિવસ બહાર રાખવું

બાકી નું તેલ બરાબર ગરમ કરી ઠંડુ પડે એટલે - અથાણું બરણી માં ભરી ઉપર તેલ રેડવું

અથાણું ડૂબે એટલું તેલ નાખવું

અને અઠવાડિયા પછી ખાવા ના ઉપયોગ માં લેવું