કેરી નો છૂંદો રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

છૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત.

તૈયારીનો સમય:૭ દિવસ

કેરી નો છૂંદો રેસીપી બનાવવાની સામગ્રી:

કેરી નો છૂંદો રેસીપી બનાવવા ના સ્ટેપ:

કેરી ને બરાબર ધોઈ લો અને તેની તેની છાલ ઉતારી લો

હવે આ કેરી ને છીણી લો અને પછી તેમાં મીઠું મીક્ષ કરો અને ૧-૨ કલાક રહેવા દો

હવે આ કેરી ના છીણ ને સ્ટીલ ની એક મોટી તપેલી માં લો અને તેમાં ખાંડ મીક્ષ કરો અને તેને ૨-૫ મિનિટ સુધી હલાવો

હવે તપેલા ને ઢાંકી ને એક બાજુ એક દિવસ સુધી મૂકી દો

હવે આ કેરી ના છૂંદા ને હલાવો અને પછી તેની પર સફેદ અથવા તો બીજું કોઈ પણ સુતરાઉ કપડું બાંધી ને ઢાંકી દો

આ તપેલી ને ૬-૭ દિવસ સુધી તાપ માં (તડકા માં) મુકો રોજ એક વાર છૂંદા ને હલાવવું

બધી ખાંડ બરાબર ઓગળી જાય અને રસો એકદમ જાડો થઇ જાય પછી તાપ માં મૂકવું નહિ

તૈયાર છૂંદા માં લવિંગ, લાલ મરચું અને તજ મીક્ષ કરો

આ છૂંદા ને હવા ચુસ્ત બરણી માં ભરી લો

આ છૂંદો આખું વર્ષ સારો રહે છે