કાઠિયાવાડી લસણ ની ચટણી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

લસણ ની ચટણી એ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર માં બહુ જ પ્રખ્યાત। ત્યાં સવાર હોય કે સાંજ લોકો જમવા સાથે લસણ ની ચટણી લઇ ને જ બેસે. વળી મોટા ભાગ ના શાક માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરે. એમાં ઢોકળા હોય તો સીંગ તેલ માં આ લસણ ની ચટણી નાખી ને ખાવાની બહુ જ મજા આવે. આ લસણ ની ચટણી બધા ઘરે બનાવે અને પછી ડબ્બા માં ભરી લે. આ ચટણી ૧૫ દિવસ સુધી સારી રહે છે. જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.

તૈયારીનો સમય:૫ મિનિટ

કાઠિયાવાડી લસણ ની ચટણી બનાવવાની સામગ્રી:

કાઠિયાવાડી લસણ ની ચટણી બનાવવા ના સ્ટેપ:

એક ખાંડની માં લસણ, લાલ મરચું પાઉડર, મીઠું મિક્સ કરી ખાંડી લો

લસણ બરાબર ખંડાય જાય એટલે તેમાં તેલ મિક્સ કરો

હવે આ લસણ ની ચટણી ને ડબ્બા માં ભરી લો

લસણ ની ચટણી ૧૫-૩૦ દિવસ સુધી સારી રહે છે