કાકડી નું રાયતુ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

દહીં એ બહુ જ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં એક વાટકી દહીં તો લેવું જ જોઈ એ. હા એકલું એકલું દહીં ખાવું એ બહુ મજા ના આવે. પણ જો એમાં થી રાઇતું બનાવી ને ખાવા માં આવે તો મજા જ આવી જાય. તો અહીંયા એવું જ એક કાકડી રાઇતું બનાવ્યું છે. રાઇતું પુલાવ, ખીચડી કે બિરયાની જોડે ખાવાની બહુ જ મજા આવે છે. વળી કાકડી રાઇતું બની પણ ફટાફટ જાય છે એટલે બહુ મેહનત પણ નથી કરવી પડતી. તો શીખી લો કાકડી રાઇતું બનાવાની રીત.

તૈયારીનો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

કાકડી નું રાયતુ રેસીપી બનાવવાની સામગ્રી:

કાકડી નું રાયતુ રેસીપી બનાવવા ના સ્ટેપ:

દહીં ને બરાબર હલાવી લો જેથી તે એક રસ થઇ જાય.

હવે કાકડી ને છોલી ને છીણી લો

એક વાસણ માં દહીં, કાકડી, જીરું, લીલું મરચું, સંચળ, કોથમીર મિક્ષ કરો

તૈયાર છે કાકડી નું રાયતુ