Om Bla Bla
Om Bla Bla

કાચી કેરી નું શાક રેસીપી

Kachi Keri nu Shak
All

How to make કાચી કેરી નું શાક ?

કાચી કેરી બધા ને જ બહુ ભાવે. કાચી કેરી જેટલી સરસ લાગે એટલું જ સરસ અને સ્વાદિષ્ટ એનું શાક પણ લાગે છે. અત્યારે ઉનાળા ની ઋતુ માં કાચી કેરી બહુ આવે એટલે તેમાં થી આ કાચી કેરી નું શાક બનાવી ને ખાવું જ જોઈએ. આ કાચી કેરી નું શાક બાળકો પણ હોંશે હોંશે ખાય છે. આ શાક ખુબ જ ચટપટું અને ખાટું મીઠું હોય છે. આ શાક માં તમે થોડો અથાણાં નો મસાલો પણ ઉમેરી શકો છો. મેં અહીંયા એ ઉમેર્યો નથી પણ તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. તો ચાલો ફટાફટ જાણી લો આ ચટપટું અને ખાટું મીઠું કેરી નું શાક બનાવાની રીત.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for કાચી કેરી નું શાક રેસીપી

# Ingredients
1. ૨ કાચી કેરી, સમારેલી
2. ૩ ચમચી ગોળ અથવા સ્વાદ અનુસાર
3. ૧/૨ ચમચી જીરું
4. ૧ ચમચી લાલ મરચું
5. ૧/૨ ચમચી હળદર
6. ૧ ચમચી ધાણાજીરું
7. ૨ ચમચી તેલ
8. મીઠું સ્વાદ અનુસાર

Steps of કાચી કેરી નું શાક રેસીપી

# Steps
1. એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો
2. જીરું તતડી જાય પછી તેમાં હળદર અને કાચી કેરી મીક્ષ કરો અને કેરી ને ૩-૪ મિનિટ સુધી સાંતળો
3. હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું અને મીઠું મિક્સ કરો
4. પછી તેમાં ગોળ મીક્ષ કરો અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી શાક ને હલાવો
5. શાક ને ૧ મિનિટ સુધી ચડવા દો
6. શાક ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો અને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો
7. કેરી નું શાક ૫-૭ દિવસ સુધી સારું રહે છે

About Author of કાચી કેરી નું શાક રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts