જ્યુસી સેન્ડવીચ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બાળકો માટે શું જમવાનું બનાવવું એ હંમેશા ચિંતા નો પ્રશ્ન હોય. અમુક શાક ભાવે નહિ અને રોજ રોજ નવું શું બનાવવું. તમે ઘરે સેન્ડવિચ તો બનાવતા જ હશો ને. આજે અહીંયા હું રોજ ની સેન્ડવિચ કરતા એક અલગ જ સેન્ડવિચ ની રેસીપી લાવી છું. આ સેન્ડવિચ યુનિક છે અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ બહુ જ છે. આ સેન્ડવિચ નું નામ છે જ્યુસી સેન્ડવિચ. આ સેન્ડવિચ બાળકો તો ઠીક પણ મોટા ને પણ બહુ જ ભાવશે. જો એક વાર તમે આ જ્યુસી સેન્ડવિચ બનાવશો તો આંગળા ચાંટતા રહી જશો. વળી આ સેન્ડવિચ બનાવતા બહુ વાર પણ નથી લાગતી. તો ફટાફટ જાણી લો આ નવી જ્યુસી સેન્ડવિચ બનાવવાની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ.

તૈયારીનો સમય:૧૫ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

જ્યુસી સેન્ડવીચ રેસીપી બનાવવાની સામગ્રી:

જ્યુસી સેન્ડવીચ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં કાકડી, કેપ્સિકમ, મેયોનીઝ, ક્રીમ, ચીઝસ્પ્રેડ, ચીઝ, મરી પાઉડર અને મીઠું મિક્ષ કરો

હવે ૪ બ્રેડ સ્લાઈસ લો અને તેમાં સરખા ભાગે બધું મિશ્રણ પાથરી દો

બીજી વધેલી ૪ બ્રેડ સ્લાઈસ થી આ ૪ બ્રેડ સ્લાઈસ ને ઢાંકી દો

આ સેન્ડવીચ ને બંને બાજુ બટર લગાવીને સેન્ડવીચ મશીન માં શેકી લો

ગ્રીલ સેન્ડવીચ ને વચ્ચે થી ત્રિકોણ આકાર માં કાપો અને ગરમ ગરમ સર્વ કરો