ઈડલી રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ઈડલી એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. સવારે નાસ્તા માં ઈડલી તો હોય જ. આપણે ઘરે ઈડલી નું ખીરું બનાવી એ તો બહાર જેવું સોફ્ટ અને ફૂલેલી ઈડલી નથી બનતી. બહાર જેવી ઈડલી ઘરે બનાવા માટે થોડી ઘણી વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. અને ઈડલી બનાવા માટે તેના ચોખા વાપરવા પડે છે. તો જ ઈડલી બહાર જેવું સોફ્ટ બનશે. ઈડલી માં સોડા નાખવાનો નથી હોતો. સોડા નાખ્યા વગર જ ઈડલી સોફ્ટ થવી જોઈએ. મેં અહીંયા ઈડલી બનાવની પરફેક્ટ રીત બતાવી છે. તો આજે જ શીખી લો બહાર જેવી પરફેક્ટ, સોફ્ટ અને સ્પોન્જી ઈડલી ઘરે બનાવની રીત.

તૈયારીનો સમય:૧૫ કલાક

બનાવવા નો સમય:૧૨ મિનિટ

વ્યક્તિ માટે:

ઈડલી રેસિપી બનાવવાની સામગ્રી:

ઈડલી રેસિપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં પાર બોઈલ અને સાદા ચોખા મિક્ષ કરો અને તેને બરાબર ધોઈ ૩-૪ કલાક માટે પલાળી દો

બીજા વાસણ માં અડદ ની દાળ અને મેથી ના દાણા ને ધોઈ ને ૩-૪ કલાક માટે પલાળી દો

હવે ચોખામાંથી પાણી કાઢી લો અને મિક્ષર જાર માં એક કપ પાણી સાથે કરકરું પીસી લો

આ મિશ્રણ ને એક મોટા વાસણ માં કાઢો

આજ રીતે અડદ ની દાળમાંથી પાણી કાઢી લો અને તેને એક કપ પાણી સાથે બારીક પીસી લો

આ મિશ્રણ ને ચોખાના મિશ્રણ વાળા વાસણ માં કાઢો અને બંને બરાબર મિક્ષ કરો

મિશ્રણ માં જરૂર પૂરતું પાણી અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો (ખીરું જાદુ જ હોવું જોઈએ)

હવે આ ખીરુંવાળા વાસણ ને ઢાંકી દો અને ૮-૧૦ કલાક માટે ગરમ જગ્યા એ મૂકી દો જેથી તેમાં આથો આવી જાય

હવે ઈડલી કુકર માં પૂરતું પાણી ભરી ગેસ પર મુકો

હવે આ ઈડલી ખીરું ને બરાબર હલાવો અને ઈડલી મોલ્ડ માં ભરી લો

૧૦ મિનિટ માટે ઈડલી કુકર માં મુકો

ઈડલી થઇ જાય પછી તેને બહાર કાઢો અને ગરમ ગરમ સર્વ કરો