હરાભરા કબાબ રેસિપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ખાવાનું છે કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ, રહી જશે બધા આંગળા ચાંટતા. dahi ni lili chatni

તૈયારીનો સમય:૨૫ મિનિટ

બનાવવા નો સમય:૨૫ મિનિટ

વ્યક્તિ માટે:

હરાભરા કબાબ રેસિપી બનાવવાની સામગ્રી:

હરાભરા કબાબ રેસિપી બનાવવા ના સ્ટેપ:

પાલક ને બરાબર ધોઈ લો અને ૨ મિનિટ માટે ગરમ પાણી માં નાખી ને બાફી લો

હવે પાલક ને ઠંડા પાણી માં નાખો અને પાલક ને બે હાથ થી દબાવી બધું પાણી કાઢી નાખો

પાલક ને એકદમ નિતારી દેવી બધું જ પાણી બે હાથ થી દબાવી ને કાઢી લેવું

હવે એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો અને જીરું ઉમેરો

જીરું ફૂટી જાય એટલે તેમાં આદુ અને લીલા મરચા ઉમેરીને સાંતળો

હવે તેમાં કેપ્સિકમ ઉમેરો અને ૨ મિનિટ સુધી સાંતળો

પછી તેમાં લીલા વટાણા, કોથમીર, ફુદીનો, પાલક, હળદર અને મીઠું મિક્ષ કરો

અને જ્યાં સુધી બધું પાણી બળી ના જાય ત્યાં સુધી હલાવતા રહો

મિશ્રણ એકદમ કોરું થઇ જાય અને બધું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો (મિશ્રણ કડાઈ માં નીચે ચોંટવા લાગે ત્યાં સુધી હલાવવું)

મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે એને એક મિક્સર જાર માં લો અને બરાબર પીસી લો (પીસતી વખતે પાણી ઉમેરવું નહિ)

હવે એક વાસણ માં બાફેલા બટાકા છૂંદી લો અને તેમાં આ પીસેલું મિશ્રણ, ૨ ચમચી બ્રેડ નો ભૂકો અને કોર્નફ્લોર મિક્ષ કરો

મિશ્રણમાંથી થોડો ભાગ લઇ તેને ગોળ કબાબ જેવો આકાર આપો અને આવી રીતે બધા જ કબાબ બનાવી લો

હવે એક ડીશ માં બચેલું બ્રેડ નો ભૂકો લો

હવે કબાબ ને બધી બાજુ બ્રેડ નો ભૂકો લાગે એ રીતે ડીશ માં ગોળ ફેરવો

કડાઈ માં તેલ ગરમ કરો અને આ કબાબ ને આછા સોનેરી રંગ ના તળી લો

દહીં ની લીલી ચટણી જોડે ગરમ ગરમ પીરસો