ગ્રીલ પનીર રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

પનીર મોટા ભાગે બધા ને ભાવતું જ હોય. પનીર માંથી ઘણી બધી અવનવી વાનગી ઓ બને છે. અહીંયા મેં પનીર ને મસાલા વાળું કરી ને ગ્રીલ કરવાની રેસીપી આપી છે. વળી પનીર એ પ્રોટીન નો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય તેમાં બીજા ઘણા મિનરલ્સ પણ હોય છે. પનીર ને ગ્રીલ કરી ને ખાવાની બહુ મજા આવે. પનીર ગ્રીલ કરતી વખતે જે પનીર વાપરો તે ફ્રેશ જ હોવું જોઈ એ તો જ વધારે મજા આવશે. આ પનીર ગ્રીલ ને દહીં વાળી લીલી ચટણી સાથે ખાશો તો વધારે મજા આવશે. તો આજે જ શીખી લો પનીર ગ્રીલ રેસીપી અને કરી દો બધા ને ખુશ.

તૈયારીનો સમય:૩૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

ગ્રીલ પનીર રેસીપી બનાવવાની સામગ્રી:

ગ્રીલ પનીર રેસીપી બનાવવા ના સ્ટેપ:

પનીર ના એકસરખા મોટા ટુકડા કરી લો

એક વાસણ માં દહીં, ચણા નો લોટ, તેલ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, લસણ, કોથમીર અને મીઠું મિક્ષ કરો

હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરો અને પનીર પર મસાલો ચોંટી જાય ત્યાં સુધી હલાવો

આ મિશ્રણ ને ૩૦ મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો

હવે સેન્ડવીચ મેકર માં આ મસાલા વાળા પનીર મુકો અને બંને બાજુ આછા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી શેકો

જો સેન્ડવીચ નું મશીન ના હોય તો આ પનીર ના ટુકડા ને પ્રિહિટ કરેલા ઓવન માં ૮-૧૦ મિનિટ સુધી ગ્રીલ કરવા

(નોનસ્ટિક તાવી માં પણ પનીર ગ્રીલ કરી શકો તેની માટે તાવી પર પહેલા તેલ લગાવવું)

આ પનીર ને દહીં વળી લીલી ચટણી અને સલાડ જોડે પીરસો