ગાજર નું અથાણું

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

શિયાળા માં ગાજર બહુ આવે. બધા ઉનાળા માં કેરી ના અથાણાં માં નાખવા માથે ગાજર સુકવી લે. પછી એ ગાજર નો ઉપયોગ અથાણાં માં નાખવા કરે. પણ લીલા ગાજર માંથી જે અથાણું બનવા માં આવે છે. તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રોજ જમવા જોડે અને સવારે પરોઠા કે ભાખરી જોડે પણ આ ગાજર નું અથાણું ખાવાની બહુ મજા આવે છે. તમે પણ ચોક્કસ થી બનાવજો આ ગાજર નું અથાણું.

તૈયારીનો સમય:૨૦ મિનિટ

ગાજર નું અથાણું બનાવવાની સામગ્રી:

ગાજર નું અથાણું બનાવવા ના સ્ટેપ:

ગાજર ને ધોઈ ને તેની છાલ ઉતારી દો

હવે ગાજર ના ૧ ઇંચ જેટલા લાંબા ટુકડા કરી લો

એક વાસણ માં ગાજર માં પૂરતું મીઠું નાખી ને ૪-૫ કલાક માટે રેવા દો

પછી ગાજર ને તાપ માં ૨-૩ કલાક માટે સુકવી દો

હવે આ થોડા સુકાયેલા ગાજર એક વાસણ માં લો

આખી રાય ને ખંડણી માં અધકચરી ખાંડી લો

પછી અધકચરી ખાંડેલી રાય, લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લીલા મરચા, તેલ બધું ગાજર માં મિક્ષ કરો

ગાજર ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો

આ ગાજર નું અથાણું ફ્રીઝ માં રાખવા થી આખું વર્ષ સારું રહે છે.