ગાજર નો સંભારો

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ગાજર એક જ વસ્તુ માટે બહુ યાદ આવે એ છે ગાજર નો હલવો. હલવો બનાવતા તો બહુ વાર પણ લાગે એટલે બહુ મજા પણ ના આવે. પણ એ ગાજર માંથી સ્વાદિષ્ટ સંભારો પણ બનાવી શકાય છે. વળી પાછો આ ગાજર નો સંભારો થોડી જ વાર માં બની જાય છે. અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગે છે. એક વાર જો તમે આ ગાજર નો સંભારો બનાવશો તો બધા તમારા વખાણ કરતા નહીં થાકે. તો એક વાર જરૂર થી બનાવજો આ ગાજર નો સંભારો.

ગાજર નો સંભારો બનાવવાની સામગ્રી:

ગાજર નો સંભારો બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ ગાજર ને ધોઈ ને તેની છાલ ઉતારી લો

હવે ખમણી વડે ગાજર ને છીણી લો

પછી કડાઈ માં તેલ ગરમ કરવા મુકો

તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય અને જીરું નાખો

રાય ફૂટી જાય એટલે તેમાં લીલા મરચા અને હળદર ઉમેરીને હલાવો

હવે તેમાં ગાજર નું છીણ અને મીઠું ઉમેરો અને ૨ મિનિટ સુધી હલાવતા રહો

પછી ગેસ બંધ કરી દો અને એક વાસણ માં કાઢી લો