ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ફરસી પુરી એ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. અહીં આ ફરસી પુરી ને રોટી મેકર માં બનાવી છે. રોટી મેકર માં બનાવેલી ફરસી પુરી એકદમ મુલાયમ અને બહુ જ પોચી હોય છે. રોટી મેકર માં બનાવેલી પુરી ફટાફટ તળાય જાય છે એટલે વધારે તેલ ની પણ જરૂર નથી પડતી. આ રીતે બનાવેલી પુરી દાંત વગર પણ ખાઈ શકાય છે. તો આજે જ જાણી લો ફરસી પુરી રોટી મેકર માં કેવી રીતે બને છે.

તૈયારીનો સમય:૨૦ મિનિટ

બનાવવા નો સમય:૧૫ મિનિટ

વ્યક્તિ માટે:

ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત બનાવવાની સામગ્રી:

ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત બનાવવા ના સ્ટેપ:

એક બાઉલમાં લોટ, કાળા મરી પાઉડર , જીરું પાવડર, મીઠું અને 3 ચમચી તેલ નાખી ને સારી રીતે ભેળવી દો.

જરૂરત પ્રમાણે પાણી ઉમેરો અને ઢીલો લોટ (રોટલી ના લોટ જેવો લોટ) બાંધો. (લોટ કઠણ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું)

લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને રાખો.

તે લોટ માંથી વટાણા દાણા જેટલા જીના જીના લુઆ કરો. અને તેને હાથ વડે ગોળ આકાર આપો.

રોટી મેકર ને ગરમ કરો અને તેમાં એક લુઓ મૂકીને દબાવો (તમે એકસાથે બે પુરી પણ મૂકી શકો છો).

(જ્યારે તમે રોટી મેકર ને દબાવો છો ત્યારે તે અડધું ચડી જાય છે એટલે એ ફટાફટ તળાય જાય છે. .)

હવે એ દબાવેલી પુરી ને એક ડીશ માં લઇ લો. અને આવી જ રીતે બધી પુરી દબાવી લો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.

તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં દબાવેલી પુરી નાખો અને પુરી ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો

પુરી તળાય જાય એટલે તેલ માંથી કાઢી લો.

તેને હવા ચુસ્ત ડબ્બા માં ભરી લો.