Om Bla Bla
Om Bla Bla

ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત

All

How to make ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત ?

ફરસી પુરી એ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. અહીં આ ફરસી પુરી ને રોટી મેકર માં બનાવી છે. રોટી મેકર માં બનાવેલી ફરસી પુરી એકદમ મુલાયમ અને બહુ જ પોચી હોય છે. રોટી મેકર માં બનાવેલી પુરી ફટાફટ તળાય જાય છે એટલે વધારે તેલ ની પણ જરૂર નથી પડતી. આ રીતે બનાવેલી પુરી દાંત વગર પણ ખાઈ શકાય છે. તો આજે જ જાણી લો ફરસી પુરી રોટી મેકર માં કેવી રીતે બને છે.
Preparation Time: ૨૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત

# Ingredients
1. 2 કપ મેંદો
2. 1 ચમચી કાળા મરીના દાણા નો પાવડર
3. 3 ચમચી ઘી અથવા તેલ, મોણ માટે
4. 1/2 ચમચી જીરું પાવડર
5. તળવા માટે તેલ
6. મીઠું સ્વાદ અનુસાર

Steps of ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત

# Steps
1. એક બાઉલમાં લોટ, કાળા મરી પાઉડર , જીરું પાવડર, મીઠું અને 3 ચમચી તેલ નાખી ને સારી રીતે ભેળવી દો.
2. જરૂરત પ્રમાણે પાણી ઉમેરો અને ઢીલો લોટ (રોટલી ના લોટ જેવો લોટ) બાંધો. (લોટ કઠણ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું)
3. લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને રાખો.
4. તે લોટ માંથી વટાણા દાણા જેટલા જીના જીના લુઆ કરો. અને તેને હાથ વડે ગોળ આકાર આપો.
5. રોટી મેકર ને ગરમ કરો અને તેમાં એક લુઓ મૂકીને દબાવો (તમે એકસાથે બે પુરી પણ મૂકી શકો છો).
6. (જ્યારે તમે રોટી મેકર ને દબાવો છો ત્યારે તે અડધું ચડી જાય છે એટલે એ ફટાફટ તળાય જાય છે. .)
7. હવે એ દબાવેલી પુરી ને એક ડીશ માં લઇ લો. અને આવી જ રીતે બધી પુરી દબાવી લો.
8. એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
9. તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં દબાવેલી પુરી નાખો અને પુરી ને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો
10. પુરી તળાય જાય એટલે તેલ માંથી કાઢી લો.
11. તેને હવા ચુસ્ત ડબ્બા માં ભરી લો.

About Author of ફરસી પુરી ને રોટી મેકર માં બનાવની રીત

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts