Om Bla Bla
Om Bla Bla

ડુંગળી ના ભજીયા રેસીપી

dungdi-na-bhajiya
All

How to make ડુંગળી ના ભજીયા ?

ભજીયા એ ગુજરાતીઓ નું ભાવતું ભોજન છે. ઘરે મેહમાન આવે ત્યારે કે વરસાદ પડે ત્યારે ભજીયા તો હોય જ. એટલે હું અહીંયા બધા ને ભાવે એવા ડુંગળી ના ભજીયા ની રેસીપી લઇ ને આવી છું. વરસાદ આવે ત્યારે આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ડુંગળી ના ભજીયા ખાવાની બહુ મજા આવે. ડુંગળી ના ભજીયા ફટાફટ અને સરળતા થી બની જાય છે. તો આજે જ બનાવો મ્હોં માં પાણી આવી જાય એવા ડુંગળી ના ભજીયા. એક વાર બનાવશો જો આ ડુંગળી ના ભજીયા તો લોકો નહિ થાકે ખાતા.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ડુંગળી ના ભજીયા રેસીપી

# Ingredients
1. ૩ ડુંગળી, સ્લાઈસ કરેલી
2. ૧/૪ ચમચી હળદર
3. ૧/૪ ચમચી લાલ મરચું
4. ૧/૨ ચમચી ધાણાજીરું
5. ૩-૪ લીલા મરચા, સમારેલા
6. ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
7. ૧/૪ કપ ચણા નો લોટ
8. મીઠું સ્વાદ અનુસાર
9. તળવા માટે તેલ

Steps of ડુંગળી ના ભજીયા રેસીપી

# Steps
1. એક વાસણ માં ડુંગળી, હળદર, લાલ મરચું, ધાણાજીરું, લીલા મરચા , કોથમીર અને મીઠું મિક્ષ કરો
2. હવે તેમાં જ ચમચી અથવા ડુંગળી ને લોટ ચોંટે એટલું પાણી ઉમેરો અને બધું બરાબર મિક્ષ કરો.
3. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
4. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હાથ વડે એક એક ડુંગળી છૂટી છૂટી પડે એ રીતે ડુંગળી ના ભજીયા પાડો અને તળી લો.
5. આવી જ રીતે બધા ભજીયા તળી લો.
6. ગરમ ગરમ ડુંગળી ના ભજીયા સર્વ કરો.

About Author of ડુંગળી ના ભજીયા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • NeetaM Panchal Neeta M Panchal says:

    Very good👍

  • Similar Posts
    Popular Posts