દેશી ચણા નું શાક રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બાળકો ને લીલા શાક કરતા કઠોળ ના શાક વધારે ભાવે. એમાં ચાના નું શાક તો ભાવે જ. ઉનાળા માં લીલા શાક આવે પણ બહુ ઓછા એટલે કઠોળ તો બનાવા જ પડે. એટલે અહીંયા હું એક એવા જ શાક ની રેસીપી બતાવી રહી છું એ છે દેશી ચણા નું શાક. આમ તો દેશી ચણા નું શાક બધા બનાવતા જ હોય. મેં અહીંયા કાઠિયાવાડી રીત થી ચણા નું શાક બનાવાની રીત આપી છે. આમ તો કાઠિયાવાડી ભોજન બહુ જ સ્વાદિષ્ટ હોય છે. એટલે આ કાઠિયાવાડી રીત થી બનાવેલું ચણા નું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ લાગશે. આ શાક માં રસો જાડો કરવા તમે ચણા નો લોટ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ચાનો લોટ ઉમેરયો નથી। તો ફટાફટ જાણી લો કાઠિયાવાડી રીત થી દેશી ચણા નું શાક બનાવાની રીત.

તૈયારીનો સમય:૪૦- ૪૫ મિનિટ

બનાવવા નો સમય:૩૦ મિનિટ

દેશી ચણા નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:

દેશી ચણા નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:

ચણા ને બરાબર ધોઈ ને આખી રાત (૭-૮ કલાક) પાણી માં પલાળી દો

પલાળેલા ચણા માંથી પાણી નિતારી લો અને કુકર માં ૪ કપ પાણી અને મીઠું નાખી ને બાફી લો

બાફેલા ચણા ને કાણાંવાળા વાસણ માં કાઢી લો જેથી બધું પાણી નીકળી જાય

ખાંડણી માં લસણ અને લાલ મરચું મિક્ષ કરો અને તેને ખાંડી ને લસણ મરચા ની ચટણી બનાવી લો

હવે કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો

જીરું શેકાય જાય એટલે તેમાં હિંગ, ડુંગળી અને ખાંડેલી લસણ મરચા ની ચટણી ઉમેરો ૪-૫ મિનિટ સુધી સાંતળો

હવે તેમાં હળદર, ધાણાજીરું, અને ટામેટા મિક્ષ કરો અને ૪-૫ મિનિટ સુધી ચડવા દો

પછી તેમાં બાફેલા ચણા અને ૧ કપ પાણી મિક્ષ કરો અને ૪-૫ મિનિટ સુધી ચડવા દો

પછી તેમાં લીલી કોથમીર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો

દેશી ચણા ના શાક ને રોટલી અથવા ભાત સાથે પીરસો