ચીકુ જ્યુસ

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ચીકૂ માંથી બધા જ્યુસ બનાવતા જ હશો. ઉપવાસ માં ચીકૂ નો જ્યુસ બહુ જ ઉપયોગ માં આવે। ચીકૂ નો જ્યુસ પીવા થી પેટ પણ ભરાય જાય અને બીજું કાંઈ ફરાળી ખાવું પણ ના પડે. અહીંયા મેં એકદમ સ્વાદિષ્ટ ચીકૂ નો જ્યુસ બનાવની રીત આપેલી છે. તો આજે જ જાણી લો આ ચીકૂ જ્યુસ ની રેસીપી.

તૈયારીનો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

ચીકુ જ્યુસ બનાવવાની સામગ્રી:

ચીકુ જ્યુસ બનાવવા ના સ્ટેપ:

ચીકુ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો

ચીકુ ના બે ભાગ કરો અને તેમાંથી બીયા અને વચ્ચે સફેદ રંગ નો ભાગ કાઢી લો (સફેદ રંગ નો ભાગ કાઢવા થી જ્યુસ હોઠ પર ચોંટશે નહિ)

હવે મિક્ષર જાર માં સમારેલા ચીકુ, ખાંડ અને દૂધ મિક્ષ કરો જરૂર હોય તો બરફ પણ ઉમેરવો

હવે મિક્ષર જાર માં બધા ને બરાબર પીસી લો

ઠંડો ઠંડો ચીકુ નો જ્યુસ સર્વ કરો