Om Bla Bla
Om Bla Bla

ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી

chilli-capsicum-pasta
All

How to make ચીલી કેપ્સિકમ પાસ્તા ?

પાસ્તા બાળકો ને બહુ જ પ્રિય હોય છે. બધા ઘરે બાળકો માટે પાસ્તા તો બનાવતા જ હશો ને. પાસ્તા ને પણ બહુ બધી અલગ અલગ રીતે બનાવાય છે અને અલગ અલગ સ્વાદ પણ અપાય છે. અહીંયા હું એક એવા જ અલગ ચીલી કેપ્સિકમ પાસ્તા ની રેસીપી બતાવી રહી છું. ભલે નામ માં ચીલી હોય પણ આ પાસ્તા બહુ તીખા નથી હોતા પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. દર વખતે એક ના એક પાસ્તા બનાવ્યા કરતા કોઈક વાર અલગ પાસ્તા પણ બનાવવા જોઈએ. એમાં તમે તમારા સ્વાદ અનુસાર મરચા ઉમેરી શકો છો. કમક બાળકો માટે બનાવવા ના હોય ત્યારે ઓછું તીખું કરવું પડે છે. વળી કોઈક પાર્ટી હોય કે ગેસ્ટ ને જમવાનું હોય આ પાસ્તા સ્ટાર્ટર માં સર્વે કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીલી કેપ્સિકમ પાસ્તા ની રેસીપી.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી

# Ingredients
1. ૧ કપ પાસ્તા, બાફેલા
2. ૧ લાલ મરચું, બીયા કાઢી ને સમારેલું
3. ૧ મધ્યમ કેપ્સિકમ, સમારેલું
4. ૧ ચમચી તેલ
5. ૧ ચમચી લસણ, સમારેલું
6. ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
7. ૨ ચમચી ટોમેટો કેચપ
8. ૧ ચમચી ચીલી સોસ
9. ૨ ચમચી સોયા સોસ
10. ૧ ચમચી લીલી કોથમીર, સમારેલી

Steps of ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી

# Steps
1. એક નોનસ્ટિક કડાઈ માં તેલ ગરમ કરો અને લસણ ઉમેરો
2. લસણ ને ૧ મિનિટ સુધી સાંતળો પછી તેમાં ડુંગળી ઉમેરો અને તેને ૨-૩ મિનિટ સુધી સાંતળો
3. હવે તેમાં સમારેલું લાલ મરચું ઉમેરો અને ફરીથી ૧ મિનિટ સુધી સાંતળો
4. તેમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ, સોયા સોસ, કેપ્સિકમ ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો
5. પછી તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને બરાબર મીક્ષ કરો
6. તેમાં મીઠું મીક્ષ કરો અને લીલી કોથમીર મીક્ષ કરો અને ૧ મિનિટ સુધી ગેસ પર રહેવા દો
7. પછી ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ પાસ્તા સર્વ કરો

About Author of ચીલી કેપ્સિકમ પાસ્તા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts