Om Bla Bla
Om Bla Bla

ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

cheese-chilli-toast
All

How to make ચીઝ ચીલી ટોસ્ટ ?

બાળકો ને સેન્ડવિચ અને પિઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પિઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

# Ingredients
1. ૨ બ્રેડ સ્લાઈસ
2. ૧/૪ ચમચી લસણ, છીણેલું
3. ૧ ચમચી ડુંગળી, સમારેલી
4. ૧/૨ કપ પ્રોસેસ ચીઝ ખમણેલું
5. ૧/૨ કપ મોઝરેલા ચીઝ ખમણેલું
6. ૨ ચમચી કેપ્સિકમ, સમારેલું
7. ૨ ચમચી બટર
8. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ

Steps of ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

# Steps
1. એક વાસણ માં બટર અને લસણ મિક્ષ કરો
2. આ બટર ને બંને બ્રેડ સ્લાઈસ પર લગાવી લો
3. હવે તેમાંથી એક બ્રેડ સ્લાઈસ લો અને તેની પર અડધું પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ પાથરો
4. પછી તેના પર ડુંગળી, કેપ્સિકમ પાથરો અને ઉપર થી ચીલી ફ્લેક્સ ભભરાવો
5. હવે આ રીતે બીજી બ્રેડ પણ તૈયાર કરી લો
6. હવે એક જાડા તળિયા વાળું વાસણ લો અને તેને ગેસ પર ગરમ કરવા મુકો
7. તેની પર આ બ્રેડ સ્લાઈસ મુકો અને ઢાંકી દો
8. હવે ગેસ ધીમો કરી દો અને ચીઝ ઓગળે ત્યાં સુધી શેકો
9. તૈયાર છે ક્રિસ્પી ચીઝ ચીલી ટોસ્ટ અને તેને કેચપ સાથે સર્વ કરો

About Author of ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Pragna trivedi says:

    Really very easy n yummy

  • Similar Posts
    Popular Posts