ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

બાળકો માટે કે મેહમાન માટે ફટાફટ નાસ્તા માં બની જાય એવી વસ્તુ હોય તો એ છે સેન્ડવિચ. ઘણી બધી સેન્ડવિચ તો ફટાફટ બની જતી હોય છે અને વધારે મેહનત પણ નથી કરવી પડતી. સવારે બાળકો નું ટિફિન બનવાનું હોય ત્યારે આ ૫ મિનિટ માં બની જતી સેન્ડવિચ બહુ જ કામ લાગે છે. મેં અહીંયા એવી જ એક ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ ની રેસીપી બતાવી છે. આ સેન્ડવિચ ફટાફટ ૫ મિનિટ માં બની જાય છે અને વધારે મેહનત પણ નથી કરવી પડતી. વળી સેન્ડવિચ તો બાળકો ને બહુ ભાવતી જ હોય છે. મેહમાન ને પણ નાસ્તા માં આપવા માં આવે તો પણ સરસ લાગે છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ ની રેસીપી અને કરી દો બાળકો ને ખુશ.

તૈયારીનો સમય:૫-૭ મિનિટ

બનાવવા નો સમય:૫ મિનિટ

વ્યક્તિ માટે:

ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી બનાવવાની સામગ્રી:

ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં ચીઝ મરચાં અને ટામેટા મીક્ષ કરો

હવે ૪ બ્રેડ સ્લાઈસ લો અને તેમાં સરખા ભાગે આ મિશ્રણ પાથરી દો

બીજી ૪ બ્રેડ વડે આ ૪ બ્રેડ ને ઢાંકી દો અને સેન્ડવિચ બનાવી લો

હવે આ સેન્ડવિચ ને બંને બાજુ બટર લગાવી સેન્ડવિચ મેકર માં શેકી લો અથવા તો તવી પર પણ શેકી શકો છો

સેન્ડવિચ ને વચ્ચે થી કાપી લો અને બે ભાગ કરી લો

ગરમ ગરમ સેન્ડવિચ કેચપ સાથે સર્વ કરો