Om Bla Bla
Om Bla Bla

ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી

chees-chilli-tomato-sandwich
All

How to make ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ ?

બાળકો માટે કે મેહમાન માટે ફટાફટ નાસ્તા માં બની જાય એવી વસ્તુ હોય તો એ છે સેન્ડવિચ. ઘણી બધી સેન્ડવિચ તો ફટાફટ બની જતી હોય છે અને વધારે મેહનત પણ નથી કરવી પડતી. સવારે બાળકો નું ટિફિન બનવાનું હોય ત્યારે આ ૫ મિનિટ માં બની જતી સેન્ડવિચ બહુ જ કામ લાગે છે. મેં અહીંયા એવી જ એક ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ ની રેસીપી બતાવી છે. આ સેન્ડવિચ ફટાફટ ૫ મિનિટ માં બની જાય છે અને વધારે મેહનત પણ નથી કરવી પડતી. વળી સેન્ડવિચ તો બાળકો ને બહુ ભાવતી જ હોય છે. મેહમાન ને પણ નાસ્તા માં આપવા માં આવે તો પણ સરસ લાગે છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ ની રેસીપી અને કરી દો બાળકો ને ખુશ.
Preparation Time: ૫-૭ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી

# Ingredients
1. ૮ બ્રાઉન બ્રેડ અથવા સાદી બ્રેડ
2. ૨ લીલા મરચાં, સમારેલા
3. ૨ મધ્યમ ટામેટા, સમારેલા
4. ૨ કપ પ્રોસેસ ચીઝ, છીણેલું
5. શેકવા માટે બટર

Steps of ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી

# Steps
1. એક વાસણ માં ચીઝ મરચાં અને ટામેટા મીક્ષ કરો
2. હવે ૪ બ્રેડ સ્લાઈસ લો અને તેમાં સરખા ભાગે આ મિશ્રણ પાથરી દો
3. બીજી ૪ બ્રેડ વડે આ ૪ બ્રેડ ને ઢાંકી દો અને સેન્ડવિચ બનાવી લો
4. હવે આ સેન્ડવિચ ને બંને બાજુ બટર લગાવી સેન્ડવિચ મેકર માં શેકી લો અથવા તો તવી પર પણ શેકી શકો છો
5. સેન્ડવિચ ને વચ્ચે થી કાપી લો અને બે ભાગ કરી લો
6. ગરમ ગરમ સેન્ડવિચ કેચપ સાથે સર્વ કરો

About Author of ચીઝ ચીલી ટોમેટો સેન્ડવિચ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts