ચણા ની દાળ

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

ભારત માં કેટલી બધી જાત ની દાળ હોય છે. એમાં તૂવેર ની દાળ મોટા ભાગે બધા ના ઘરે બનતી જ હોય. પણ રોજ અલગ અલગ દાળ બનાવીએ જમવા માં તો રોજ નવી નવી દાળ ખાવાની મજા આવી જાય. વળી ઉનાળા માં તો શાક ની બહુ જ માથકૂટ હોય. લીલા શાક મળે ઓછા. એટલે ઉનાળા માં કઠોળ અને દાળ વધારે બને. તો અહીંયા હું ચણા ની દાળ ની રેસીપી લાવી છું. ચણા ની દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચણા ની દાળ રોટલી અને ભાટ બંને જોડે ખાઈ શકાય છે. જો ભાત જોડે ખાવી હોય તો પાણી થોડું વધારે ઉમેરવું. અને રોટલી જોડે ખાવી હોય તો પાણી થોડું ઓછું ઉમેરવું. પણ આ ચણા ની દાળ નું શાક બહુ જ સરસ બને છે. તો આજે જ શીખી લો આંગળા ચાંટતા રહી જવાય એવું આ ચણા ની દાળ નું શાક.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦-૨૫ મિનિટ

વ્યક્તિ માટે:

ચણા ની દાળ બનાવવાની સામગ્રી:

ચણા ની દાળ બનાવવા ના સ્ટેપ:

ચણા ની દાળ ને ધોઈ ને એક કલાક પલળવા દો

પછી દાળ માં પૂરતું પાણી ઉમેરી કુકર માં બાફી લો

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો

જીરું શેકાય જાય એટલે તેમાં હિંગ અને આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો

પછી તરત જ તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરો અને ૩-૪ મિનિટ સાંતળો

ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ટામેટું ઉમેરો અને ૨ સુધી સાંતળો

પછી તેમાં બાફેલી ચણા ની દાળ અને મીઠું મિક્સ કરો

તેમાં ૨ કપ અથવા તો જરૂરિયાત મુજબ પાણી ઉમેરો અને દાળ ને ૫ મિનિટ સુધી ઉકળવા દો

તેમાં કોથમીર મિક્સ કરો અને ગેસ બંધ કરી દો

ચણા દાળ ને એક વાસણ માં કાઢી લો