ચણાદાળ વડા સ્ટીક રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

આજની આપણી વાનગી એકદમ નવીન છે દાળ વડા જેવી વાનગી તો આપણે ખાધી જ છે આજે ચણાદાળ વાળા ની સ્ટિક જોઈશું જે બટાકા અને ચણા ની દાળ માંથી બને છે અને દેખાવ પણ કેન્ડી જેવો હોય છે તો જાણી લો સ્વાદિષ્ટ અને યમ્મી ચણાદાળ ની સ્ટિક કેવી રીતે બને છે

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

ચણાદાળ વડા સ્ટીક રેસીપી બનાવવાની સામગ્રી:

ચણાદાળ વડા સ્ટીક રેસીપી બનાવવા ના સ્ટેપ:

ચણાદાળ ને 2 કલાક પલાળી ને મિકસી માં આખી પાખી દળી લો,

બટેટા બાફીને છૂંદી લો.

એક વાસણમાં બટેટા, વાટેલી દાળ, બધો મસાલો અને કોથમરી બધું મિક્સ કરી લો.

અને ચોકબાર ની પટ્ટી કે આઈસ્ક્રીમ ની ચમચી પર માવો ચોટાડી તળી લો.

સોસ કે ચટણી સાથે પીરસો