છાશ નો મસાલો

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

છાસ એ ગુજરાતી ઓ નું પ્રખ્યાત પીણું છે. હવે ઉનાળા માં તો છાસ પીવા ની બહુ જ મજા આવે. જો એ છાસ માટે રજવાડી મસાલો મળી જાય તો વધારે મજા આવે. બજાર માં છાસ નો મસાલો મળે છે. પણ એ ઘર જેટલો સ્વાદિષ્ટ નથી હોતો.એમાં બહુ મજા પણ નથી આવતી. જો ઘરે જ છાસ નો મસાલો બનાવો તો એ બહુ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. પાછો એ હેલ્થી પણ હોય જ છે. તો આજે જ જાણી લો રજવાડી છાસ નો મસાલો બનાવની રીત

તૈયારીનો સમય:૧૦ મિનિટ

છાશ નો મસાલો બનાવવાની સામગ્રી:

છાશ નો મસાલો બનાવવા ના સ્ટેપ:

એક કઢાઈ ગરમ કરવા મુકો.

તેમાં આખા મરી, જીરું, ધાણા અને તમાલ પત્ર ઉમેરો. અને ધીમા ગેસ પર ૫ મિનિટ સુધી શેકો. બધું શેકાશે એટલે સુગંધ આવશે.

બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો. અને આ બધા ને ઠંડુ પાડવા દો.

બરાબર ઠંડુ થઇ જાય એટલે મિક્ષર જાર માં લઇ તેને પીસી લો

એમાં મીઠું ઉમેરો અને ફરી એક વાર પીસી લો

બરાબર પીસાય જાય એટલે એક વાસણ માં આ પીસેલો મસાલો કાઢી લો

આ પીસેલા મસાલા માં સુંઠ પાઉડર, સંચળ અને ફુદીના નો પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરો.

બધું બરાબર મિક્સ થઇ જાય એટલે હવાચુસ્ત બરણી માં આ છાશ નો મસાલો ભરી લેવો

આ મસાલો છાશ, સલાડ, ફ્રુટ બધા માં નાખી શકાય છે