બ્રેડ રોલ રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

તૈયારીનો સમય:20 મિનિટ

બનાવવા નો સમય:15 મિનિટ

વ્યક્તિ માટે:4

બ્રેડ રોલ રેસીપી બનાવવાની સામગ્રી:

બ્રેડ રોલ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણ માં બટાકા લઇ એને મસળો.

હવે એમાં લીલા વટાણા, ખાંડ, આમચૂર પાવડર, ગરમ મસાલો, લીલા ધાણા, લીલા મરચાં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

આ મિશ્રણ ના એક સરખા ભાગ કરી એને લંબગોળ આકાર આપો.

હવે એક પહોળા વાસણ માં ૨ કપ જેટલું પાણી લઇ એમાં મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

બધી બ્રેડ સ્લાઈસ ની કિન્નારી કાપી નાખો.

હવે એક બ્રેડ સ્લાઈસ લઇ એને પાણી માં ડુબાડો અને પછી એ સ્લાઈસ ને બે હાથ વચ્ચે દબાવી બધું પાણી નીચવી લો.

એના પર બટાકા નો લંબગોળ રોલ મુકો અને બધી બાજુ હાથ વડે દબાવી ને બંધ કરી દો.

આજ રીતે બધા રોલ તૈયાર કરો.

હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે એને આછા ગોલ્ડન કલર ના તળી લો.

ગરમ ગરમ ચટણી સાથે પીરસો.