
ભરેલા પરવળ નું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બધા ઘરે પરવળ નું શાક બનાવતા જ હશો. પણ દર વખતે એક જ જેવું પરવળ નું શાક ખાઈ ને કંટાળી જવાય. કોઈક વાર નવી રીતે પણ પરવળ નું શાક બનાવવું જોઈએ. એટલે હું અહીંયા ભરેલા પરવળ નું શાક ની રેસીપી બતાવી રહી છું. ભરેલા પરવળ નું શાક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને તો ખબર પણ નહિ પડે કે આ પરવળ નું શાક છે. અને જે લોકો ને પરવળ નું શાક નથી ભાવતું તે લોકો પણ આંગળા ચાંટી ને ખાતા રહી જશે આ ભરેલા પરવળ નું શાક. તો ફટાફટ જાણી લો આ ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત અને દરરોજ એક ના એક જેવા પરવળ ના શાક કરતા બનાવો કંઈક અલગ ભરેલા પરવળ નું શાક, ઘર ના બધા થઇ જશે ખુશ.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ભરેલા પરવળ નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ પરવળ
- ૩ ચમચી તેલ
- ૪ ચમચી ચણા નો લોટ
- ૧૦ કળી લસણ
- ૧/૨ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી ખાંડ
- ૧/૨ ચમચી ધાણાજીરું
- ૪ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
ભરેલા પરવળ નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
પરવળ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો
હવે પરવળ માં એક બાજુ થી ઉભો ચીરો પાડો અને તેમાંથી બીયા કાઢી લો
પાકા બીયા હોય તેને ફેંકી દેવા અને કાચા બીયા ને એક બાજુ મૂકી રાખવા
હવે ખાંડણી અને દસ્તા વડે લસણ ને ખાંડી લો અને તેની પેસ્ટ બનાવી લો
હવે ફરીથી ખાંડણી દસ્તા વડે પરવળ ના કાચા અને કુણા બીયા ને ખાંડી લો
એક વાસણ માં ચણા નો લોટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, લસણ ની ખાંડેલી પેસ્ટ, પરવળ ના ખાંડેલા બીયા, લીલી કોથમીર, મીઠું અને ચમચી તેલ મીક્ષ કરો અને મસાલો તૈયાર કરી લો
આ મસાલા ને થોડો થોડો પરવળ માં ભરી લો ( પરવળ ને આખા દબાવી ને ભરવા નહિ થોડાક જ ભરવા) અને અચેલો મસાલો એક બાજુ મૂકી દો
એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં ભરેલા પરવળ ઉમેરો
કઢાઈ ને ઢાંકી દો અને પરવળ ને ૧૦ - ૧૫ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી પરવળ બધી બાજુ બરાબર શેકાય જાય
પછી તેમાં વધેલો મસાલો ઉમેરો અને ૧-૨ મિનિટ માટે હલાવો
ગેસ બંધ કરી દો અને પરવળ નું શાક સર્વ કરવાના બાઉલ માં કાઢી લો