ભાતની કટલેસ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

આજે આપણે જોઈએ એક નવીન ઝટપટ બની જાય એવી સ્નેક્સ જ છે ભાત ની કટલેસ. જો ભાત વધ્યા હોય તો પણ ચિંતા કરવા ની કોઈ જરૂર નથી. જો ભાત વધ્યા હોય તો આવી રીતે બનાવો સ્વાદિષ્ટ ભાત ની કટલેસ. કટલેસ ને તમે બાળકો ને નાસ્તા માં અથવા ટિફિન માં પણ આપી શકો છો . એકદમ ઝડપ થી બની જતી આ ભાત ની કટલેસ ને આજે જ બનાવો અને બાળકો તથા ઘર ના સભ્યો ને કરી દો ખુશ.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૧૦ મિનિટ

વ્યક્તિ માટે:

ભાતની કટલેસ રેસીપી બનાવવાની સામગ્રી:

ભાતની કટલેસ રેસીપી બનાવવા ના સ્ટેપ:

2 કપ રાંધેલા ભાતમાં, 3 ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ, 2 ટેબલ સ્પૂન ચોખાનો(જવાર, બાજરો કે ઘઉં નો પણ ચાલે) લોટ, 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,1 ટેબલ સ્પૂન ખાંડ,1 ટેબલ સ્પૂન આમચૂર, 2 ટેબલ સ્પૂન શેકેલ શીંગ નો ભુકો અને થોડી કોથમરી લઈ,

બધું સરખી રીતે મિક્ષ કરો,

ગોળ ટીક્કી(કટલેસ) વાળીને નોનસ્ટિક તાવી ઉપર શેલો ફ્રાય કરી લો, ટમેટા સોસ સાથે ક કોઈ પણ ચટણી સાથે પીરસો.