બટાકા વટાણા ની ટિક્કી રેસીપી

Ripal

રેસીપી

બનાવવા ની રીત:

કટલેસ હોય કે ટિક્કી હોય એ બાળકો ને બહુ જ ભાવતું હોય. ટિક્કી મોટા ભાગે બટાકા માંથી બનાવતા હોય છે. પણ અહીંયા હું વટાણા બટાકા ની ટિક્કી બનાવની રીત બતાવું છું. તમે ઈચ્છો તો એમાં ચીઝ પણ ઉમેરી શકો છો. વધારે હેલ્થી બનાવા માટે ટિક્કી ને તળવા કરતા તવી પર શેકવી જેથી ઓછા તેલ માં સ્વાદિષ્ટ ટિક્કી બની જાય. તમે પણ આજે જ શીખી લો બાળકો ને મનપસંદ એવી બટાકા વટાણા ની ટિક્કી.

તૈયારીનો સમય:૧૦ મિનિટ

બનાવવા નો સમય:૨૦ મિનિટ

વ્યક્તિ માટે:

બટાકા વટાણા ની ટિક્કી રેસીપી બનાવવાની સામગ્રી:

બટાકા વટાણા ની ટિક્કી રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક કડાઈ માં ઘી ગરમ કરો તેમાં જીરું, આદુ, લીલા મરચા ઉમેરો અને ૧ મિનિટ માટે સાંતળો

હવે તેમાં છૂંદેલા વટાણા, હળદર, જીરું પાઉડર અને મીઠું ઉમેરો અને આ બધું પાણી બળી જાય ત્યાં સુધી હલાવો

હવે આ મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો અને તેમાં છૂંદેલા બટાકા, કોથમીર અને કોર્નફ્લોર મિક્ષ કરો

હવે મિશ્રણ માંથી એક ટિક્કી બને એટલો ભાગ લો અને બંને હાથ વડે ટિક્કી જેવો આકાર આપો

આવી જ રીતે બધી ટિક્કી બનાવી લો

આ ટિક્કી ને ગરમ તેલ માં ક્રિસ્પી અને આછા સોનેરી રંગ ની તળી લો અથવા તો તવી પર શેકી લો

હવે ટિક્કી ને તેલમાંથી કાઢી લો અને તેની પર ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવો

ટિક્કી તૈયાર છે સર્વ કરવા માટે