બરફિચૂરમુ રેસીપી

Kavi Nidhida

રેસીપી

બનાવવા ની રીત:

સામાન્ય રીતે જોઈએ તો ગામડામાં કોઈ પણ તહેવાર હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય તો બધા બર્ફીચુરમું જ બનાવે અને બર્ફીચુરમું એ તો આપણી પારંપરિક વાનગી છે ગળ્યું ખાનારા લોકો માટે તો બેસ્ટ છે ઘણા લોકો ને બર્ફીચુરમું ભાવે છે એક વાર મારી રીત થી બર્ફીચુરમું બનાવજો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે

તૈયારીનો સમય:૫ મિનિટ

બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ

વ્યક્તિ માટે:

બરફિચૂરમુ રેસીપી બનાવવાની સામગ્રી:

બરફિચૂરમુ રેસીપી બનાવવા ના સ્ટેપ:

એક વાસણમાં ત્રણે લોટ ભેગા કરી મોણ નાખી, દૂધ અને જરૂર પડે તો પાણી થી લોટ બાંધી લો, એકદમ કઠણ લોટ બાંધવો.

મુઠીયા વાળતા જાવ અને તળતા જાવ, બ્રાઉન રંગના તળવા.

ઠરે એટલે મીક્સર માં ભૂકો કરી લો, તેમાં એલચી જાયફળ નો પાઉડર ઉમેરો.

એક વાસણમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરો, 1½ તારની ચાસણી બનાવી તેમાં મલાઈ નાખી ફરી ગરમ કરી એકદમ મિક્સ કરી, ચુરમુ નાખી ને હલાવી લો.

એક ઘી ચોપડેલી થાળી માં નાખી, ઠારી દો

ઉપર ડ્રાય ફ્રૂટ અને ચારોળી નાખી, કાપા પાડી લો,

ઠરે એટલે ડબ્બા માં ભરી લો.

આમાં મલાઈ ન નાખો તો પણ ચાલે.